
ન્યૂયોર્ક, 24 માર્ચ, 2020,મંગળવાર
મહાસાગરના તાપમાન અને આબોહવામાં આવી રહેલા ફેરફારો માટે ગરમીએ મોટું કારણ છે. ૨૦૧૯ના એક સંશોધન મુજબ મહાસાગરનું તાપમાન સતત વધતું જાય છે. છેલ્લા ૩ દાયકામાં નવા રેકોર્ડ બની રહયા છે. ૧૪ વૈજ્ઞાાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે ૧૯૫૦ના દસકાથી અત્યાર સુધી મહાસાગરનું તાપમાન વધવાના આંકડાનો સ્ટડી કર્યો હતો. આ પ્રક્રિયામાં દરિયાની સપાટીથી ૨ હજાર મીટરના ઉંડાણ સુધી પાણીના તાપમાનને માપવામાં આવે છે. એડવાન્સ ઇન એટમોસ્ફેરિક સાયન્સમાં પ્રકાશિત સ્ટડીમાં જણાવાયું છે કે મહાસાગરોનું તાપમાન સતત વધતું જાય છે. એમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલું તાપમાન દાયકામાં સૌથી વધારે છે.

નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહાસાગરોનું તાપમાન વધવાનું એક માત્ર કારણ ગ્લોબલ વોર્મિગ છે. છેલ્લા ૩૨ વર્ષમાં દરિયાના તાપમાનમાં ૪૫૦ ગણી ઝડપથી વૃધ્ધિ થઇ છે. એમાં પણ ૧૯૫૫ થી ૧૯૮૬ દરમિયાન મહાસાગરોના તાપમાન વધવાની શરુઆત થઇ હતી. ૧૯૮૭ થી ૨૦૧૯ના ૩૨ વર્ષના ગાળા દરમિયાન ૪૦૦ ગણો વધારો થયો છે. આથી ૩૨ વર્ષમાં મહાસાગરોમાં ૨૨૮ સેકિસટેલિયન જેટલી ગરમી શોષાઇ હતી. જે ૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા શહેર પર ફેંકાયેલા એક અણુબોંબની ગરમીની સરખામણીમાં ૩૬૦ કરોડ અણુ બોંબ જેટલી છે. આનો મતલબ કે પ્રત્યેક દર સેકન્ડે ૫ થી ૬ જેટલા અણું બોંબ જેટલી પ્રચંડ ઉર્જા દરિયામાં સમાઇ રહી છે.
જો કે હજુ પણ આ સિલસિલો અટકવાના સ્થાને સતત વધતો જાય છે. ગ્લોબલ વોર્મિગનું પરીણામ ભોગવી રહેલા માલદિવ જેવા ટાપુઓ પરની ૯૦ ટકા જેટલી કોરલ અને શેવાળ નાશ પાંમી છે. મહાસાગરમાં ૯૦ ટકા જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે જયારે બાકીની ૧૦ ટકા ઉષ્મા પૃથ્વીના પર્યાવરણમાં ભળી જાય છે અથવા તો વ્યય થાય છે. મહાસાગરોનું તાપમાન વધવાથી ઓકસીજન ઓછો થાય છે જે દરિયાઇ જીવ સૃષ્ટિ માટે ઘાતક અમ્લમાં બદલાઇ જાય છે. મહાસાગરોના વધતા જતા તાપમાનને અટકાવવા કાર્બન ફૂટ પ્રિન્ટસ ઘટાડવાનો પ્રયાસ વધારવો એ જ એક માત્ર ઉપાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9iT0r
via Latest Gujarati News
0 Comments