વૉશિંગ્ટન, તા. 24 માર્ચ 2020 મંગળવાર
અમેરિકામાં ઇંડોયૂએસ હેલ્થ ઇનીઇએટિવ ના કો-ફાઉન્ડર ભારતીય મૂયલના પ્રમીત માકોડેને કોરોના વાયરસના વધતા પ્રસારને જોતા અમેરિકામાં રહેતા ભારતીયો માટે પ્રેરણાદાયક પગલું લીધુ છે.
પ્રમીત ભારતના ઇન્દોરનો રહેવાસી છે, પણ અમેરિકાના બોસ્ટન, મેસાચુસેટ્સમાં છેલ્લા કેટલાક વર્ષોથી રહે છે. પ્રમીત કમ્પ્યૂટર સોસાયટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે.
કમ્પ્યૂટર સોસાયટીના ઓફ ઇંડિયા (સીએસઆઇ) ઉત્તરી અમેરિકા કરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકડાઉનની પરિસ્થિતિમાંથી ઉગરવા ભારતીય વિદ્યાર્થીઓ જેમાં ખાસ આઇટી ફિલ્ડના લોકો માટે આગળ આવ્યા છે. તેમના માટે તેઓએ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે જેમાં ખરાબ પરિસ્થિતિમાં ભારતીય લોકોને સંપર્ક કરવા માટે કહ્યું છે.
ભારતીય લોકો ફોન નંબર- 9840341902 અને ઇમેલ- admn.officer@csi-india.org પર સંપર્ક કરી શકે છે. તેઓએ કહ્યું કે સીએમઆઇ આ સંકટના સમયમાં આઇટી ફિલ્ડના લોકોને મદદમા હોટલ માલિકો અને ભારતીય દૂતાવાસ માટે આભાર વ્યક્ત કરે છે. પ્રમીત માકોડે દ્વારા કરવામાં આવેલ કામના સૌએ વખાણ કર્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dqcBaI
via Latest Gujarati News
0 Comments