મુંબઈ સહિત રાજ્યમાં વધુ ચાર કોરોના વાઈરસના દરદી નોંધાતા રાજ્યમાં દરદીની સંખ્યા થઈ 49


મુંબઈ,તા.19 માર્ચ 2020 ગુરૂવાર

કોરોના વાઈરસનો કહેરમાં આજે રાજ્યમાં વધુ ચાર દરદી નોંધાયા છે. આથી રાજ્યમાં કોરોના વાઈરસની દરદીની સંખ્યા ૪૯ ઉપર પહોંચી છે. જ્યારે મુંબઈમાં કોરોના બિમારીનો વધુ એક દરદી મળી આવતાં કસ્તુરબા હોસ્પિટલમાં કોરોનાના ૯ દરદી સારવાર લઈ રહ્યા છે.

આ બીમારી પ્રત્યે નાગરિકોએ કાળજી લેવી, ઘરમાં સુરક્ષિત રહવું, ભીડવાળા સ્થળે જવાનું ટાળવું, ૩૧ માર્ચ સુધીના દિવસો મહત્વના છે. એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

કોરોના વાઈરસ ફેલાઈ નહિ તે માટે સરકારે અનેક ઉપાય યોજના હાથ ધરી છે. આવશ્યક પગલા પણ લીધા છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. મુંબઈમાં લોકલ ટ્રેનમાં ભીડ જોઈએ એટલી નિયંત્રણમાં આવી નથી. આથી લોકલ તથા બસ બંધ કરવાનો અંતિમ પર્યાય સુદ્ધા હશે, એવા સંકેતો તેમણે આપ્યા હતા.

મુંબઈમાં ૯ દરદી કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમાં પૈકી બે દરદી વેન્ટિલેટર પર છે, બાકીનાની તબિયત સુધારા પર છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. 

પુણેના આઈ.ટી. સેક્ટરમાં ૧૦૦ ટકા વર્ક ફ્રોમ હોમથી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ અનુસાર અમે મહારાષ્ટ્રમાં નિયમનો અમલ થઈ રહ્યો છે. મુંબઈ-પુણે બસ સેવા બંધ કરવામાં આવી નથી. પરંતુ લોકોએ કચેરીમાં જવાનું ટાળ્યું છે.

રાજ્યમાં આજે ૭૮ શંકાસ્પદ દરદીની ભરતી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી અસરગ્રસ્ત દેશમાંથી કુલ ૧૦૩૬ પ્રવાસીઓ આવ્યા હતા.

આજ સુધી ભરતી કરાયેલા ૯૭૧ જણના પ્રયોગશાળામાં નમૂનાની ચકાસણી કરતાં મેડિક્લ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જ્યારે ૪૯ જણને પોઝીટીવ છે.

રાજ્યમાં પિંપરી-ચિંચવડમાં ૧૧, પુણેમાં ૮, મુંબઈમાં ૯, નાગપુરમાં ૪, યવતમાળમાં-૩, નવી મુંબઈમાં-૩, કલ્યાણમાં-૩, અહમદનગરમાં-૨, રાયગડમાં-૧, થાણેમાં-૧, ઉલ્હાસનગરમાં-૧, ઔરંગાબાદમાં-૧ અને રત્નાગિરીમાં ૧ દરદી મળીને કુલ ૪૯ દરદી છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WvvzGH
via Latest Gujarati News

Post a Comment

0 Comments