એક મહિલાને કહે છે રેડ લેડી, તેના શોખ જોણીને થઇ જશો ચકિત

બસ્નિયા, તા. 24 માર્ચ 2020 મંગળવાર

દુનિયામાં કેટલાક એવા લોકો છે જે તેને અજીબો ગરીબ શોખ માટે જાણીતા છે. એક એવી મહિલા છે જોરિકા રિબરનિક, જે બસ્નિયા ખાતે રહેનારી છે. તેને લાલ રંગથી એટલો પ્રેમ છે કે તેણે તેના વાળ પણ લાલ કરાવી લીધા છે અને તે હંમેશા કપડા પણ લાલ જ પહેરે છે. તમને જાણીને ખુબ આશ્ચર્ય થશે કે જોરિકાના ઘરનો તમામ સામાન લાલ રંગનો છે.

67 વર્ષિય જોરિકા એક સેવાનિવૃત્ત શિક્ષિકા છે. તેણીયે કહ્યું કે, જ્યારે તે 18 વર્ષની હતી ત્યારથી તે માત્ર લાલ રંગના કપડા જ પહેરે છે. આ તેનો શોખ છે. જોકે, જોરિકા તેની આસપાસની તમામ વસ્તુઓ માત્ર લાલ-લાલ જ જોવા માંગે છે, એટલે તે આવુ કરે છે.

સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે જોરિકા કોઇના અંતિમ સંસ્કારમાં પણ જાય તો પણ તે લાલ ડ્રેસ પહેરીને જ જાય છે. હાલ તેણીના ઘરમાં માત્ર વોટર હીટર જ એક એવી વસ્તુ છે કે જેનો રંગ લાલ નથી કારણકે તેણીએ તેના પતિ જોરોનના કહેવા પર આવુ હીટર ખરિદ્યુ છે.

લાલ રંગ પ્રત્યે પ્રેમને કારણે બોસ્નિયામાં લોકો જોરિકાને રેડ લેડીના નામે બોલાવે છે. તે તેના શહેરમાં એટલી પ્રસિદ્ધ છે કે લોકો તેને સેલિબ્રીટીથી કઇ કમ નથી. જોરિકા જણાવે છે કે તેણે તેના લગ્નમાં પણ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. લોકો તેના લાલ રંગ પ્રત્યેનો પ્રેમ જાણી ચુક્યા છે તેથી તેના લગ્નમાં પણ લાલ રંગની જ ગિફ્ટ આપી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3agOFo3
via Latest Gujarati News

Post a Comment

0 Comments