
કોરોના વાઇરસનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ જીવલેણ વાઇરસની ચપેટમાં આવતા લોકોનો આંક વધતો જઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી દોઢ લાખથી વધારે લોકો કોરોના વાઇરસનો શિકાર થઇ ચુક્યાં છે. તાજેતરની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા પાંચ દિવસની અંદર શરીરમાં 3 ખાસ લક્ષણ જોવા મળે તો કોરોના વાઇરસની શક્યતા હોય શકે છે.

જર્નલ એનલ ઓફ ઇન્ટરનેશ્નલ મેડિસિનની એક રિપોર્ટ અનુસારસ કોરોના વાઇરસના ત્રણ ખાસ પ્રકારના લક્ષણો પહેલા પાંચ જિવસની અંદર સામે આવી જાય છે. આવો જાણીએ આ ત્રણ લક્ષણો ક્યાં છે.

1. કોરોના વાઇરસની ચપેટમાં આવ્યાના પાંચ દિવસમાં સુકી ઉધરસ શરુ થઇ જાય છે.
2. દર્દીને તાવ વધારે ચડવા લાગે છે અને તેના શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. અત્યાર સુધી કેટલાય હેલ્થ એક્સપર્ટ કોરોના વાઇરસમાં તાવ વધારે ચડવાનો દાવો કરી ચુક્યાં છે.
3. કોરોના વાઇરસની ફરિયાદના પહેલા પાંચ દિવસોમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની સમસ્યા ફેફસમાં કફ ફેલાવાનું કારણે થતી હોય છે.

નેશલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશને પણ કોરોના વાઇરસમાં આ લક્ષ્ણ હોવાનો દાવો કર્યો હતો. જેમાં શરીર તુટવું અને ઉધરસ જેવી સમસ્યા અંગે જણાવામાં આવ્યું હતું.
શંસોદકોએ આ રિસર્ચ ચીનના વુહાન શહેરી બહાર લગભગ 50 વિસ્તારમાં કર્યું છે. તબીબી તજજ્ઞોએ આ દરમિયાન લોકોને 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ રહેવાની પણ સલાહ આપી છે. કોરોના વાઇરસના લક્ષણો સામન્ય સરદી, તાવ, ફ્લૂ, ઇન્ફેક્શન કે નિમોનિયાને ઘણા મળતા આવે છે.

જોકે, સામન્ય રીતે થતુ ફ્લૂ-ઇન્ફેક્શનમાં થોડા દિવસની અંદર દર્દીને રિકવરી થવા લાગે છે. જ્યારે નિમોનિયા થોડા અઠવાડિયા સુધી કે મહિના સુધી રહે છે.
કોરોના વાઇરસથી બચવા માટે સૌથી સરળ રસ્તો છે કે થોડી-થોડી વારે હાથ સાબુથી ધોતા રહો. મોઢું-નાકને હાથ ન અડે અને શક્ય હોય ત્યાં સુધી ઓછા લોકોને મળો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qpu0GK
via Latest Gujarati News
0 Comments