નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર હુમલો કર્યો છે.
કોરોના વાયરસને લઈને રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી છે કે, બહુ મોટી આર્થિક સુનામી દેશમાં આવશે.સરકારને કશું ખબર જ નથી કે શું થઈ રહ્યુ છે અને શું થવાનુ છે. કોરોના વાયરસના કારણે લોકો આગામી 6 મહિનામાં કલ્પના નહી કરી હોય તેવી આર્થિક પરેશાનીઓમાં મુકાશે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું સરકારને રોજ કહી રહ્યો છું કે, તૈયારી શરુ કરી દો પણ સરકાર ઉલટી સીધી વાતો કરે છે.એવો ઝાટકો વાગવાનો છે કે કરોડો લોકો હેરાન થશે. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે, બહુ જલદી કામ શરુ કરે.
રાહુલ ગાંધી પહેલા પણ કોરોના વાયરસને લઈને મોદી સરકારની તૈયારીઓની ટીકા કરી ચુક્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uagp7f
via Latest Gujarati News
0 Comments