નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર
સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભામાં મોકલવા માટેનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિએ મુક્યો છે.
જોકે તેની સામે હવે કોંગ્રેસ તેમજ એઆઈએમઆઈએમ પાર્ટીના સાંસદ અને નેતા અસદુદ્દી ઓવૈસીએ સવાલોઉ ઉઠાવ્યા છે.પૂર્વ નાણા મંત્રીએ યશવંત સિન્હાએ એવી આશા વ્યક્ત કરી છે કે, ગોગોઈ આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે.તો કોમ્યુનિસ્ટ પાર્ટીના સીતારામ યેચુરીએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશને તેમની પોતાની જ વાત યાદ દેવડાવી છે.
ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે, ગોગોઈને રાજ્યસભાની સીટ શું કોઈ ઈનામ છે? લોકો ન્યાયાધીશોની સ્વતંત્રતા પર કેવી રીતે વિશ્વાસ કરશે?
Is it “quid pro quo”?
— Asaduddin Owaisi (@asadowaisi) March 16, 2020
How will people have faith in the Independence of Judges ? Many Questions pic.twitter.com/IQkAx4ofSf
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ગોગોઈનુ નામ મુકવાના રાષ્ટ્રપતિના નિર્ણય પર સવાલ ઉભા કરતા કહ્યુ છે કે, સુભાષ ચંદ્ર બોઝે કહ્યુ હતુ કે, તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ.હવે એવુ લાગે છે કે, તમે મારા હકમાં નિર્ણય આપો અને હું તમને રાજ્યસભાની સીટ આપીશ તેવુ સૂત્ર ભાજપે આપ્યુ છે.
ભાજપની સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા યશવંત સિન્હાએ કહ્યુ હતુ કે, જો ગોગોઈ આ નિમણૂંક સ્વીકારશે તો ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને બહુ મોટુ નુકસાન થશે.The Pictures say it all! pic.twitter.com/6oSutHSy8A
— Randeep Singh Surjewala (@rssurjewala) March 16, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IRnGDN
via Latest Gujarati News
0 Comments