
નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2020, સોમવાર
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 80 કરતાં પણ વધી ગઇ છે. સરકારે કોરોના ટેસ્ટીંગ માટે દેશભરમાં 52 ટેસ્ટીંગ સેન્ટર ઊભા કર્યા હતા અને 57 જગ્યાએ લોકો પોતાના સેમ્પલ આપી શકશે.
સરકારે જેમની પર શંકા છે એવા લગભગ 40 હજાર લોકો પર ખાસ ચાંપતી નજર રાખી છે. કોરોનાવાઇરસના કારણે દેશમાં આઠ લોકોના મોત થયા છે. કર્ણાટકમાં એક વૃધ્ધનું મોત થતાં સરકારે મોટા વયના લોકોને ખાસ ઘરમાં જ રહેવા સલાહ આપી હતી.
સરકારે વિદેશથી અથવા દેશનાં જ વિવિધ શહેરોમાંથી આવતા મુસાફરોની ચેકિંગ માટે એરપોર્ટ પર પણ ચેન્કિંગ સેન્ટરો ઊભા કર્યા હતા.કર્ણાટકના કલબુર્ગીમાં દેશમાં પ્રથમ મોત થયું હતું. મરનારની વય 76 વર્ષની હતી. મૃતક તાજેતરમાં જ સાઉદી એરેબિયાથી પરત ફર્યો હતો.
ઉપરાંત દિલ્હીમાં પણ એક મહિલાનું મોત થયું હતું. આંઘ્રમાં ત્રણ,આંદામાન-નિકોબારમાં એક,આમામમાં બે,બિહારમાં એક,ચંદીગઢમાં એક,છત્તીસગઢમાં એક,દિલ્હીમાં બે,હરિયાણામાં બે અને ગુજરાતમાં બે કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉપરાંત સેમ્પલો ભેગા કરવા માટે પણ સરકારે 57 કેન્દ્રો ઊભા કર્યા છે જ્યાં શંકાસ્પદ લોકો પોતાના સેમ્પલ આપી શકે છે.
IIT-દિલ્હીએ કોરોના ટેસ્ટિંગની સસ્તી કીટ બનાવી
નવી દિલ્હી,તા.23
કોરોનાવાઇરસને રોકવા માટે સરકારે અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનનો સહારો લીધો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને વધુ ફેલાતો રોકવા માટે અનેક પગલાં પણ લીધા છે. દરમિયાન, દિલ્હીની આઇઆઇટીએ કોરોનાવાઇરસને શોધવા ટેસ્ટ કિટ બનાવી હતી.
સૂત્રો અનુસાર,આઇઆઇટી દિલ્હીને કોવિડ-19ને ફેલાતો રોકવામાં મહદઅંશે સફળતા મળી હતી, એમ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું હતું.ટુંક સમયમાં આનું ક્લિનિકલ પરીક્ષણ પણ કરાશે. આ નવી કીટથી કોરોનાના લક્ષણો દ્વારા વહેલી તકે બિમારીની જાણ થઇ જશે. આ કિટ બજારમાં મળતી અન્ય કિટની સરખામણીમાં સસ્તી પણ હશે.
હાલમાં ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાનો ભાવ રૂપિયા 4500 છે જે ખૂદ સરકારે જ નક્કી કર્યો હતો. કિટને તૈયાર કરનાર ટીમ અનુસાર,અગાઉ આ કિટ તૈયાર કરવામાં 'પ્રોબ'ની સહાય લેવી પડતી હતી જે મોંઘી હોય છે. પરંતુ આઇઆઇટી દિલ્હી દ્વારા તૈયાર કરાયેલી કિટમાં પ્રોબ તો છે પરંતુ ખૂબ ઓછા ભાવની છે. આ કારણસર ખર્ચ ઘટી ગયો છે.
કોરોના સામે મહત્વના વેન્ટિલેટરની દેશમાં અછત
નવી દિલ્હી, તા. 23
કોરોના વાઇરસને પગલે હાલ વિશ્વભરમાં વેન્ટીલેટરનું સંકટ ઉભુ થઇ શકે છે કેમ કે મોટા ભાગના દેશોએ વેન્ટીલેટર ઉત્પાદન કરતી કંપનીઓને હજારોની સંખ્યામાં વેન્ટીલેટર સપ્લાય કરવાના આદેશ આપી દીધા છે. બ્રિટને જ ત્રીસ હજાર જ્યારે જર્મનીએ 10 હજાર વેન્ટીલેટર ખરીદવાનો આદેશ આપ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે હવે વેન્ટીલેટરનું ઉત્પાદન કરતી કંપનીઓએ પણ કહ્યું છે કે હાલ અચાનક વેન્ટીલેટરની માગણી વધતા ઉત્પાદનનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે.
આ ક્રાઇસીસની અસર હવે ભારતમાં પણ થવા લાગી છે અને ભારતમાં જે પણ કંપનીઓ વેન્ટીલેટરનું ઉત્પાદન કરી રહી છે તેની સાથે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. જોકે સ્થાનિક કંપનીઓએ એમ પણ કહ્યું છે કે અન્ય દેશોમાં વેન્ટીલેટરની માગણી વધુ હોવાથી ત્યાં વધુ પ્રમાણમાં લેન્ટીલેટર મોકલી દેવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નવા આશરે 1200 જેટલા વેન્ટીલેટરની ખરીદી માટે આદેશ આપવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટરની પહેલાથી જ અછત છે આવી સ્થિતિમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે તેથી વેન્ટીલેટરની એક મોટી અછત ઉભી થવાની પણ શક્યતાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
કોરોનાના માટે હાઇડ્રોક્સી ક્લોરાઇન દવા 'સંજીવની' બની શકે
નવી દિલ્હી,તા.23
ભારતમાં કોવિડ-19ના જોખમ સામે hydroxychlorouine નામની દવા આપવાની સલાહ અપાઇ હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરાયેલા સુચનના પગલે નેશનલ ટાસ્ક ફોર્સે કોવિડ-19 માટે ભલામણ કરી હતી.
મૂળભૂત રીતે આ દવા મેલેરિયાના ઇલાજ માટે જ વાપરવામાં આવે છે. એડવાઝરી અનુસાર, આ દવા શંકાસ્પદ કોરોનાગ્રસ્તોની સારવાર કરનાર હેલ્થકેર વર્કર્સને અપાશે. ઉપરાંત લેબમાં જેમને કોરોના લાગુ થયો છે તેવા દર્દીઓના સગાઓને પણ અપાશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ આ દવા આપવાનું સુચન કર્યું હતું.
સંશોધન દરમિયાન જ જાણ થઇ ગઇ હતી કે આ દવા અકસીર છે અને કોરોનાગ્રસ્તો માટે આપી શકાય એવી છે. જો કે કોરોનાના એન્ડીડોટને અત્યાર સુધી શોધી શકાયું નથી. આ દરમિયાન જ સંશોધનમાં આ વાત આવી હતી. hydroxychlorouine કોરોનાવાઇરસના ઇલાજમાં કામ આવી શકે છે. અમેરિકાનો ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રશન (એફડીએ) વિભાગે આ દવાની આયાત કરવાની મંજૂરી આપી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39d0B96
via Latest Gujarati News
0 Comments