
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
યસ બેંકમાં નાણાકીય કટોકટી ન સર્જાય તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ યસ બેંકની ક્રેડિટ લાઇનને વધારી દીધી છે. મધ્યસ્થ બેંકે યસ બેંકની ક્રેડિટ લાઇન વધારીને ૬૦,૦૦૦ કરોડ રૃપિયા કરી દીધી છે. બેંક પોતાના ખાતેદારો પ્રત્યેની જવાબદારી પૂર્ણ કરી શકે તે માટે આરબીઆઇ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે સોમવારે જણાવ્યું હતું કે જો યસ બેંક પર મૂકવામાં આવેલા પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા પછી જો બેંકને રોકડની જરૃર પડશે તો આરબીઆઇ તેના માટે તૈયાર છે.
તેમણે જણાવ્યું હતું કે હું એ જણાવવા માગુ છું કે યસ બેંકની પાસે કોઇ પણ જરૃરિયાતને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં રોકડ છે. જો તેને જરૃર પડશે તો આરબીઆઇ તેને મદદ કરશે.
દાસે જણાવ્યું હતું કે ભારતમાં બેંકોના ઇતિહાસમાં ક્યારેય એવું થયું નથી કે ખાતાધારકોના નાણા ડૂબી ગયા હોય. આરબીઆઇ એક્ટ, ૧૯૩૪ની કલમ ૧૭ અનુસાર ંમધ્યસ્થ બેંક લોન આપનારને સ્ટોક, ફંડ અને સિકિયોરિટીઝના બદલામાં એડવાન્સમાં રોકડ સહાય કરી શકે છ.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરબીઆઇને પોતાની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે યસ બેંકની રોકડની સમસ્યા છે પણ બેંકને સોલવન્સી કે અન્ય કોઇ સમસ્યા નથી.
ઉલ્લેખનીય છે કે યસ બેંક પર નાણા ઉપાડવા સહિતના મૂકવામાં આવેલા નિયંત્રણો ૧૮ માર્ચથી ં ઉપાડી લેવામાં આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં સીઇઓ અને એમડી પ્રશાંતકુમારના નેતૃત્ત્વવાળું બોર્ડ ચાર્જ સંભાળી લેશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ પાંચ માર્ચથી ડિપોઝીટર દીઠ ૫૦,૦૦૦ રૃપિયાથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
યસ બેંકના નવા બોર્ડમાં કુમાર ઉપરાંત પીએનબીના પૂર્વ નોન એક્ઝિકયૂટીવ ચેરમેન સુનીલ મહેતાને નોન એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકે સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત મુકેશ કૃષ્ણામૂર્તિ અને અતુલ ભેડાને પણ નોન એક્ઝ્યુટીવ ડાયરેક્ટર તરીકે સામેલ કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bg8cW1
via Latest Gujarati News
0 Comments