એક જ પરિવારના 6 સભ્યોને કોરોના, પીએમ મોદી સાથે શેર કર્યો અનુભવ

લખનૌ, તા.29 માર્ચ 2020, રવિવાર

એક જ પરિવારના તમામ સભ્યોને જ્યારે કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થાય છે ત્યારે પરિવાર પર શું અસર થતી હોય છે તેનો જવાબ આજે પીએમ મોદીની મન કી બાતમાં આગ્રાના એક પરિવારે આપ્યો હતો.

પીએમ મોદીએ આજે કોરોનાની બીમારીમાંથી સાજા થયેલા કેટલાક દર્દીઓ સાથે મન કી બાત ...માં વાત કરી હતી. જેમાં યુપીના આગ્રામાં રહેતા અશોક કપૂરના પરિવારનો સમાવેશ થતો હતો.

પીએમ મોદીએ કપૂર પાસેથી તેમનો અનુભવ જાણ્યો હતો. અશોક કપૂરે કહયુ હતુ કે, અમે શૂઝનો વેપાર કરીએ છે. મારા બે પુત્રો ઈટાલીમાં એક શૂઝ ફેરમાં મારા જમાઈ સાથે ગયા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે તેમને તકલીફ હતી. તેઓ હોસ્પિટલમાં ટેસ્ટ માટે પહોંચ્યા હતા. મારા જમાઈને એ પછી દિલ્હીમાં સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અશોક કપૂરે આગળ કહ્યુ હતુ કે, અમને પણ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યુ હતુ.મારા બંને પુત્રો સાથે અમે ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, પરિવારના તમામ સભ્યો જેમાં હું, મારા બે પુત્રો, મારી પત્ની, મારી પૌત્રી પોઝિટિવ છે.અમારા માટે બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને અમને દિલ્હી લવાયા હતા. દિલ્હી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં અમને શિફ્ટ કરાયા હતા. જ્યાં 14 દિવસ અમે રહ્યા હતા. ડોક્ટરોએ અમારી બહુ મદદ કરી હતી. ડોક્ટરો અને નર્સ જે કહેતા હતા તે અમે માની લેતા હતા. જેના કારણે અમે આજે સાજા થઈ ગયા છે.

73 વર્ષીય અશોક કપૂરે કહ્યુહ તુ કે, મેં વિડિયો ક્લિપ બનાવીને લોકો સાથે શેર કરી છે. જેથી તમામ લોકો જાગૃત થઈ શકે.તે સાથે જ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, લોકો તમામ નિયમોનુ પાલન કરશે તો દેશ બચી જશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xzfqFO
via Latest Gujarati News

Post a Comment

0 Comments