મુંબઇ, તા.29 માર્ચ 2020, રવિવાર
કોરોનાના ડરના કારણે લોકો એક બીજાના સંપર્કમાં આવવાનુ ટાળી રહ્યા છે. પોતાના પણ પારકા થઈ જાય તેવા કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે બોલીવૂડની એક એક્ટ્રેસે નર્સ બનીને કોરોનાના દર્દીઓની સેવા કરવાનુ શરુ કર્યુ છે.
બોલીવૂડના ડાયરેક્ટર સંજય મિશ્રાની ફિલ્મ કાંચલીમાં અભિનય કરી ચુકેલા શિખા મલ્હોઘત્રા હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં નર્સ બનીને સેવા આપી રહી છે.
એક્ટ્રેસે પોતે આ જાણકારી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. તેણે કહ્યુ હતુ કે, હું પોતે નર્સિંગની તાલીમ લઈ ચુકી છે. જ્યારે જ્યારે લોકોને જરુર પડશે ત્યારે હું મારી આ ટ્રેનિંગનો ઉપયોગ હું કરીશ તેવુ મેં નક્કી કર્યુ હતુ. મને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવવા માટે પરવાનગી મળી ગઈ છે.
એક્ટ્રેસે નર્સ તરીકે ફરજ બજાવતા ફોટા પણ શેર કર્યા છે. એ પછી સોશ્યલ મીડિયામાં લોકો શિખાના વખાણના પુલ બાંધી રહ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UHecQQ
via Latest Gujarati News
0 Comments