ઈટાલીમાં કોરોનાનો કોહરામ, એક દિવસમાં વધુ 793ના મોત, દુનિયામાં 13000 લોકોના મોત

તહેરાન, તા.22 માર્ચ 2020, રવિવાર

દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયેલા વાયરસને જાન માલની તબાહી મચાવી દીધી છે.

હવે ઈટાલી તેનો સૌથી વધુ ભોગ બનનાર દેશ બની ગયો છે. દુનિયામાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે મોતને ભેટનારા લોકોનો આંકડો 13000ને પાર કરી ગયો છે. કુલ 3 લાખ લોકો તેની ચપેટમાં આવ્યા છે.

ઈટાલીમાં કોરોનાનો કોહરામ યથાવત છે.છેલ્લા 24 કલાકમાં યુરોપના આ દેશમાં 4825 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 793 લોકો મોતને ભેટયા છે.

જ્યારે અમેરિકામં 68 લોકોના મોત થયા બાદ કુલ 324 લોકો મોતને ભેટયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6728 નવા દર્દીઓ મળતા ત્યાં ખળભળાટ છે. અમેરિકામાં 26000 લોકો તેની ચપેટમાં અત્યાર સુધીમાં આવી ચુક્યા છે.

સ્પેનમાં 1378 લોકોના  મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં આ દેશમાં 285 લોકો મોતને ભેટ્યા છે. 25000થી વધુ લોકો આ વાયરસથી અસર પામ્યા છે.

જ્યારે ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 123 લોકોના મોત થયા છે અને કુલ 20000 લોકોને કોરોનાની અસર થયેલી છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UqSoca
via Latest Gujarati News

Post a Comment

0 Comments