લખનૌ, તા.22 માર્ચ 2020, રવિવાર
આખો દેશ આજે જનતા કરફ્યુનુ પાલન કરી રહ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે જોકે આવનારા દિવસોના એંધાણ આપતા હોય તેવી આગાહી કરી છે.
યોગીએ કહ્યુ છે કે, આગામી દિવસોમાં પણ લોકો જનતા કરફ્યુ માટે તૈયાર રહે. જીવન જરુરિયાતની વસ્તુઓની જમાખોરી કરવાની જરુર નથી. યુપીમાં 27માંથી 11 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, દર્દીઓની સંખ્યા ના વધે તે માટે આગાળ પણ જનતા કરફ્યુ જેવા ઉપાયો માટે તૈયાર રહેવુ પડશે. લોકો જનતા કરફ્યુને સાથ આપવા માટે આગળ આવે. અમારી પાસે 2000 આઈસોલેશન બેડ છે.
જેને વધારીને 10000 કરવામાં આવશે.લોકોએ ગભરાવાની જરુર નથી. દુકાનદારોએ પણ લોકોની મજબૂરીનો લાભ લેવાની જરુર નથી. વધારે પૈસા લેનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33AGT5Y
via Latest Gujarati News
0 Comments