સિંગર કનિકાના કારણે સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ પણ ટેન્શનમાં

નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર

બોલીવૂડ સિંગર કનિકા કપૂરના કોરોના પોઝિટિવ આવવાના કારણે હજારો લોકોનુ ટેન્શન વધી ગયુ છે. તેમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સામેલ હશે.

કારણકે કનિકા લખનૌની જે હોટલમાં રોકાઈ હતી તે ફાઈવ સ્ટાર હોટલમાં સાઉથ આફ્રિકાની ટીમ પણ રોકાઈ હતી.સાઉથ આફ્રિકાની ટીમ પોતાનો પ્રવાસ અધવચ્ચે મુકીને પાછી ફરી હતી પણ તે પહેલા તેઓ લખનૌમાં ભારત સામે વન ડે રમવાના હતા. તેઓ આ જ હોટલમાં રોકાયા હતા.તે સમયે કનિકાનુ રોકાણ પણ હતુ.

હવે જ્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે સાઉથ આફ્રિકાના ખેલાડીઓને પણ તેનુ ટેન્શન હશે. બીજી તરફ કનિકાના કારણે તેના ઘરની આસપાસના 22000 લોકોનુ સ્કેનિગં કરાયુ છે. ફાઈવ સ્ટાર હોટલના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આ હોટલમાં કનિકાએ બૂફે ડિનર પણ કર્યુ હતુ અને સંકડો મેહમાનોને પણ મળી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bnkewV
via Latest Gujarati News

Post a Comment

0 Comments