નવી દિલ્હી, તા. 13 માર્ચ 2020, શુક્રવાર
- શેર બજારમાં ઈતિહાસનો સૌથી મોટો કડાકો
- 2008 બાદ માર્કેટમાં સૌથી મોટી મંદી
- નિફ્ટી 31 માસના સૌથી નીચેના સ્તરે
- ભારતીય અર્થવ્યવસ્થા પર મંદીની આશંકા
- કોરોના અને વૈશ્વિક માર્કેટમાં ક્રુડના ઓઈલમાં ઘટાડાથી માર્કેટમાં કડાકો
શેરબજાર હવે કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યું છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ 3200 પોંઈન્ટનો કડાકો બોલી જતા સત્તત બીજા દિવસે પણ શેરબજાર અફજાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. સેનસેક્સમાં 3200થી વધુનો જ્યારે નિફ્ટીમાં 750નો કડાકો બોલ્યો છે. જેનાથી રોકાણકારોની સંપત્તિનો સપાટો બોલી ગયો છે.
Sensex plunges 3090.62 points, at 29,687.52 currently.
— ANI (@ANI) March 13, 2020
Nifty also tanks 966.10 points, currently at 8,624.05. Trading in Nifty has been halted for 45 minutes due to lower circuit limit after the market fell over 10% during initial trading. pic.twitter.com/qQv3OoxhLl
ગુજરાતી કંપનીના શેરમાં ધોવાણ
બજારમાં ચોતરફ કોરોનાના કહેરની અસર વર્તાઈ રહી છે. ભારતના ઈક્વિટી માર્કેટથી કરન્સી માર્કેટ અને ડેટ માર્કેટ(બોન્ડ માર્કેટ)માં પણ કોરોનાનો કોહરામ જોવા મળી રહી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની ભલે મુંબઈ ગણાતી હોય પરંતુ, તેનું પણ કેન્દ્રબિંદુ ગુજરાત જ ગણાય છે. કોરોનાના પ્રક્રોપનો અસર ગુજરાતની કંપનીના શેરમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું છે. સૌથી વધુ ઘટાડો અદાણી, ટોરેન્ટ અને અરવિંદ સમૂહના શેરમાં જોવા મળ્યો છે. અદાણી જૂથની કંપનીઓમાં રૂ.22,125.66 કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. અહી માત્ર મોટી કંપનીઓની યાદી જ લીધી છે. કુલ 28 કંપનીઓમાંથી માત્ર એક કંપનીના શેરના ભાવ વધ્યા છે.
ગઈકાલે 11.44 લાખ કરોડ થયા સ્વાહા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી WHOએ કોરોનાને વિશ્વ માટે મહામારી જાહેર કરવાની બીજી તરફ અમેરિકાએ પણ યુરોપના દેશોમાંથી અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મુકવાના અહેવાલો પાછળ બુધવારે અમેરિકી શેરબજારમાં કડાકો બોલી ગયા બાદ આજે વિશ્વભરના અન્ય બજારો પર તેની ગંભીર અસર થવા પામી હતી. આ અહેવાલો પાછળ આજે સવારે એશિયાઇ બજારોમાં પ્રચંડ કડાકા નોંધાયા બાદ ભારતીય શેરબજારમાં પણ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે મુંબઇ શેરબજારના સેન્સેકસમાં ઇન્ટ્રાડે 3204 અને નિફટીમાં 950 પોઇન્ટનું ઐતિહાસિક ગાબડું નોંધાયા બાદ કામકાજના અંતે સેન્સેકસમાં 2919 પોઇન્ટનો સૌથી મોટો કડાકો નોંધાતા રોકાણકારોની સંપત્તિમાંથી એક જ દિવસમાં રૂ. 11.44 લાખ કરોડનું વિક્રમી ધોવાણ થઇ જવા પામ્યું હતું.
ડાઉનજોન્સ ખરા અર્થમાં ડાઉન
ભારતીય સમય મુજબ બપોરે ખુલેલા યુરોપિયન શેરબજારોમાં પણ પ્રચંડ ગાબડાં નોંધાયા હતા. દરમિયાન આ અહેવાલો પાછળ આજે પણ અમેરિકી શેરબજારોમાં વેચવાલીના ભારે દબાણ પાછળ પ્રારંભિક તબક્કામાં જ ગાબડાં નોંધાયા હતા. આજે ડાઊજોન્સ કામકાજના પ્રારંભે જ 1700 પોઈન્ટ ખાબક્યા બાદ આ લખાય છે ત્યારે મોડી સાંજે 2153.77 પોઇન્ટ તૂટી 21399.45ની સપાટીએ ઊતરી આવ્યો હતો. બીજી તરફ નાસ્ડેક પણ 657 પોઇન્ટ તૂટીને 7294ના તળિયે ઊતર્યો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 228 પોઇન્ટ તૂટી 2513ની સપાટીએ ઊતરી આવ્યો હતો.
મહામારી
ચીનમાં ઘાતક પૂરવાર થયેલ કોરોના વાઇરસ વિશ્વના અનેક દેશોમાં ઝડપથી પ્રસરવાની સાથોસાથ તેનો પ્રકોપમાં વધારો થતા WHOને મહામારી જાહેર કરી હતી. આ ઉપરાંત અમેરિકામાં પણ કોરોનાના કેસમાં વધારો થતા અમેરિકાએ યુકે સિવાય યુરોપના દેશોમાંથી લોકોના અમેરિકા પ્રવેશ પર 30 દિવસ માટે પ્રતિબંધ મુકી દેતા ગઇકાલે (બુધવારે) અમેરિકા શેરબજારમાં 1600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.
વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ
આ અહેવાલોની આજે એશિયાઇ દેશોના તેમજ યુરોપીયન દેશોના શેરબજાર પર ગંભીર અસર થવા પામી હતી. જેના પગલે આજે ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, હોંગકોંગ, સિંગાપોર સહિતના અન્ય દેશોના શેરબજારોમાં પાંચ ટકા સુધીના ગાબડાં નોંધાયા હતા. ભારતીય સમય મુજબ બપોરે ખુલેલા યુરોપિયન શેરબજારોમાં પણ કોરોના વાઇરસના પ્રબળ બનેલા હાઉ પાછળ મોટાપાયે વેચવાલીનું દબાણ આવતા ત્યાંના બજારોમાં પણ 10 ટકાથી વધુના ગાબડાં નોંધાયા હતા. ઉપરોક્ત અહેવાલો તેમજ કોરોના વાઇરસના મુદ્દે સાવચેતીના પગલા રૂપે ભારતે પણ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પર અંકુશ લાદતા ભારતીય શેરબજારોનું મોરલ ખરડાયું હતું.
ભારતીય શેરબજારમાં પ્રચંડ કડાકો
આમ, વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલોની સાથોસાથ સ્થાનિક પ્રતિકૂળ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે પણ આજે ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા સેન્સેકસમાં ઇન્ટ્રાડે 3204 પોઇન્ટનો ઐતિહાસિક કડાકો નોંધાતા એક તબક્કે 32493ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે સેન્સેકસ 2919.26 પોઇન્ટના સૌથી મોટા એક દિવસીય કડાકા સાથે 32778.14ના મથાળે ઉતરી આવ્યો હતો.
શેરોમાં ધોવાણ
સેન્સેકસમાં નોંધાયેલ પ્રચંડ કડાકાના પગલે તમામ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં ધોવાણ થતા કામકાજના અંતે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) રૂ. 11.44 લાખ કરોડનું જંગી ધોવાણ થતા તે કામકાજના અંતે 2125.70 લાખ કરોડ રહ્યું હતું. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ આજે એનએસઇનો નિફટીમાં પણ ઇન્ટ્રાડે વિક્રમી એવો 950.40 પોઇન્ટનું ગાબડું નોંધાતા તે 9508 ના તળિયે ઉતર્યા બાદ કામકાજના અંતે 868.25 પોઇન્ટના વિક્રમી કડાકા સાથે 9590.15ની સપાટીએ ઉતરી આવ્યો હતો. શેરબજારમાં ઉદબવેલ મંદીના માહોલના પગલે આજે 525 શેરોમાં મંદીની સર્કિટ અમલી બની હતી. તો બીજી તરફ આજે કુલ ટ્રેડ થયેલ 2573 શેરોમાંથી 2265 શેરોમાં પીછેહઠ થવા પામી હતી. પ્રતિકૂળ માહોલ વચ્ચે આજે વિદેશી રોકાણકારોએ રૂ. 3475 કરોડથી વધુની વેચવાલી હાથ ધરી હતી.
રૂપિયો 60 પૈસા તૂટી 17 માસના તળિયે
અમેરિકન ડોલરમાં નીકળેલ નવી લેવાલી પાછળ આજે ભારતીય રૂપિયો 60 પૈસા તૂટીને 17 માસના તળિયે આવ્યો હતો. વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ હૂંડિયામણ બજારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ઈન્ટ્રાડે તૂટીને 74.50 નોંધાયો હતો. રિઝર્વ બેંક દ્વારા 2 અબજ ડોલર મૂલ્યના ડોલર વેચાતા રૂપિયામાં નરમાઇ અટકી હતી. આમ છતાંય કામકાજના અંતે તે 60 પૈસા તૂટીને 74.28ના મથાળે ઊતરી આવ્યો હતો જે તેની 17 માસની નીચી સપાટી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39LU6Lv
via Latest Gujarati News
0 Comments