
નવી દિલ્હી, 12 માર્ચ, 2020, ગુરુવાર
કોરોના વાયરસ ચીનથી યૂરોપ અને અમેરિકા સહિતના ૧૨૫ જેટલા દેશોમાં ફેલાયો છે. આથી ભારતમાં વિદેશથી આવેલા લોકોનું એરપોર્ટ પર થર્મલ સ્કિનિંગ કરીને કોરોના વાયરસ સંક્રમણનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ અને દિલ્હી સહિતના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની કડક દેખરેખ રાખવામાં આવે છે. ખાસ કરીને ચીન, દક્ષિણ કોરિયા, ઇરાન, ઇટલી જેવા દેશોમાં મોટા પાયે કોરોના વાયરસ ફેલાયો હોવાથી ભારતમાં ડરનો માહોલ જોવા મળે છે.
ઇટલી અને ચીનથી આવેલા પ્રવાસીઓને એરપોર્ટ પર સ્ક્રિનિંગ થયું હતું તેમ છતાં પછીથી કોરોના સંક્રમણનો પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. આથી સવાલ એ ઉભો થાય છે કે એરપોર્ટ સ્કિનિંગ થયા પછી પણ કોરોના વાયરસ ભારતમાં કેમ ફેલાઇ રહયો છે તે જાણવું ખૂબજ જરુરી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને લોકસભામાં કહયું કે થર્મલ સ્કિનિંગનો રિપોર્ટ નેગેટિવ આવે એ પછી પણ દેખરેખના ગાળા દરમિયાન કોરોનાના લક્ષણો દેખાઇ શકે છે. આ અંગેની જાણકારી દરેક રાજય સરકારના આરોગ્ય વિભાગ અને જિલ્લા ઓફિસરને આપવામાં આવે છે. આનો મતલબ કે એરપોર્ટ પર સ્ક્રિનિંગમાં બેદરકારી થઇ છે એવું નથી.

ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે એરપોર્ટ પર નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી પણ કોરોના પોઝિટીવ કેસ જોવા મળ્યા છે આથી વિદેશથી આવતા શંકાસ્પદ નાગરિકોની તપાસ કરવામાં આવે છે. જયારે કોઇ મુસાફર બહારથી આવે છે ત્યારે એક સેલ્ફ ડકલેરેશન ફોર્મ ભરે છે ત્યાર પછી તેનું થર્મલ સ્ક્રિનિંગ થાય છે. જેમાં તેની હિસ્ટ્રી, લક્ષણો અને થર્મલ સ્ક્રિનિંગના રિપોર્ટના આધારે કોઇ લક્ષણ જણાય એવા પ્રવાસીઓને અલગ કરવામાં આવે છે
જયારે કોઇ મુસાફર પર થોડિક પણ જો શંકા જાયતો તેની યાદી તૈયાર કરીને મુસાફરનો કમ્પ્યુટરાઇઝડ ડેટા તૈયાર કરવામાં આવે છે. દેશમાં ૩૦ થી ૩૫ હજાર લોકો હાલમાં સર્વેલન્સ હેઠળ છે તેની દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. દરરોજ સાંજે દરેક રાજયમાંથી ડિટેઇલ રિપોર્ટ આવે છે આથી જ તો કોરોના પોઝિટિવ કેસ પકડાઇ રહયા છે. ભારતમાં કોરોના ધરાવતા કેસોની સંખ્યાનો આંક ૭૩ થયો છે. વાયરસ દરેક લેબમાં ટેસ્ટ થવો શકય નથી.પુનામાં સેન્ટ્રલ રેફરન્સ લેબ છે આ ઉપરાંત ૧૫ લેબ શરુ કરવામાં આવી છે. ભારતમાં ૫૧ લેબ અને ૫૬ સ્થળોએ વાયરસના નમૂનાનું કલેકશન સેન્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39OW0Lk
via Latest Gujarati News
0 Comments