અમિતાભ અને કેટરિના પિતા-પુત્રીના પાત્રમાં કોમેડી કરતા જોવા મળે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ,તા.23 માર્ચ 2020, સોમવાર

અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ આગામી સમયમાં રૂપેરી પડદે પિતા પુત્રીની ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે. વિકાસ બહલની આ ફિલ્મમાં કેટરિનાને સાઇન કરવામાં આવી છે જ્યારે અમિતાભ બચ્ચનને આ ફિલ્મની ઓફર કરી છે. 

આ એક કોમેડી વિષયક ફિલ્મ હશે. જેની સ્ક્રિપટ વાંચતા જ કેટરિનાને પસંદ પડી ગઇ જ્યારે અમિતાભ બચ્ચનનું કેટરિનાના પિતાના પાત્ર માટે વિચારવામાં આવી રહ્યું છે અને તેમને આ ફિલ્મની ઓફર કરવામાં આવી છે.

આ ફિલ્મ એક અંતિમ સંસ્કારની આસપાસ ઘૂમશે. ફિલ્મનું નામ ડેડલી રાખવામાં આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, કેટરિનાને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જ પસંદ પડી ગઇ હતી અને તેણે તરત જ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. ફિલ્મની વાર્તાનું મુખ્ય પાત્ર આત્મખોજ કરે છે જેમાં હાસ્યનો તડકો જોવા મળશે. 

કેટરિના લાંબા સમયથી એક નવા જોનરની તલાશમાં હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે. 

અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવે પછી જ ફિલ્મની સત્વાર ઘોષણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,અમિતાભ  બચ્ચન અને દીપિકા પદુકોણ પિતા-પુત્રીના પાત્રમાં જોવા મળ્યા છે. તેમજ તેમની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ પડી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QGZGrc
via Latest Gujarati News

Post a Comment

0 Comments