
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 23 માર્ચ 2020, સોમવાર
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો કહેરએટલે ત્રીજા તબક્કામાં આવતા દિવસે દિવસે વધી રહ્યો છે. દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં તે ચિંતાનો વિષય બની ગયો છે. અત્યારનો સમય આ બીમારીને લીધે અત્યંત ગંભીર ચાલી રહ્યો છે. આ મામલે સજાગ નહિ રહીશું તો વિશ્વના અન્ય દેશોમાં આ બીમારી જેવી સમસ્યા ઉભી થશે. આથી રાજ્યમાં અમલમાં મૂકાયેલી જમા બંધી બાદ પણ લોકો રસ્તા પર ભીડ શરૂ રહી છે. પરિણામે ના છૂટકે કઠોર નિર્ણય તરીકે સરકારે કરફ્યુની ઘોષણા કરી છે. આથી અનાવશ્યકપણે કોઇપણ રસ્તા પર ફરકી શકે નહીં.
રાજ્યમાં ના છૂટકે લીધેલા કરફ્યુનો અમલ લાગુ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં સીમા બંધ કરવાના નિર્ણય રવિવારે લીધો હતો. હવે જિલ્લાની સીમા બંધ ક રવાનો નિર્ણય લીધો છે.
એક જ જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો હોવાની ઘોષણા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.
કોરોના વાઇરસે જોખમ વલણ તરફ વળાંક લીધો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા આજ સમય છે. સરકાર તમારા માટે કામ કરી રહી છે. તે બદલ લોકોએ આપેલી પ્રતિક્રિયા બદલ ધન્યવાદ તાલીઓ તેમજ થાળીઓ વગડવાથી વાઇરસ ભાગી જશે નહિ. માત્ર ડોક્ટર, જવાન, પોલીસનું કૌતૂક કરવા માટે કરાયું હતું.
આગામી ત્રીજા તબક્કામાં આ કોરોના વાઇરસ માટે અમુક દિવસ મહત્વના છે. આથી આંતરદેશીય હવાઇ સેવા બંધ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જો કે રાજ્યમાં જીવનાવશ્યક વસ્તુની વાહતૂક શરૂ છે, પશુઓના ખાધવ માટે દુકાન અને દવાખાના શરૂ રહેશે આથી લોકોને ગભરાવવાની જરૂર નથી. કૃષિ ઉદ્યોગ અને તે સંબંધિતના સાહિત્ય આપનારી યંત્રણા શરૂ રહેશે.
સર્વ ધર્મના ધાર્મિક સ્થળો પર ફક્ત પુજારી, ધર્મગુરુને પૂજા કરવાની પરવાનગી છે. પણ અન્ય માટે પ્રવંશબંધી કરી છે. ખાનગી વાહતૂક પર બંધી કરી છે. આવશ્યક્તા હશે તો જ પરવાનગી છે. રિક્ષામાં ડ્રાઇવર અને એક પ્રવાસી, કારમાં ડ્રાઇવર અને અન્ય બે પ્રવાસી એમ અત્યાવશ્યક હશે તો જ વાહતૂકને પરવાનગી છે.
આ સિવાય જિલ્લાધિકારી, આરોગ્ય પ્રધાન સાથે બેઠક લઇને રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વૈદ્યકીય ક્ષેત્રમાં મદદમાં લાગે એવી સ્વયં સેવિકા અને હોમગાર્ડનો સહકાર લેવાશે. તેઓને પ્રશિક્ષણ અપાશે.
લોકોએ ગભરાવાની જરૂર નથી. પણ સરકારે આપેલા સૂચનોનું પાલન કરવાની નાગરિકોની જવાબદારી છે. અને યોગ્ય રીતે સાવધાની વર્તવી જરૂરી છે. શંકાસ્પદ હોય એવા અને ક્વોરન્ટાઇન વ્યક્તિએ ઘરની બહાર જવું નહિ. સરકારે જે કઠોર નિર્ણય લીધો છે. તે લોકોના હિત માટે છે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QFnj3b
via Latest Gujarati News
0 Comments