
- અન્ય પ્રવાસીઓને પાછલા દરવાજેથી ઉતારી મૂકાયા
મુંબઈ, તા. 23 માર્ચ 2020, સોમવાર
કોરોનાને લીધે વિશ્વભરમાં મૃતકોનો આંકડો ઝડપથી વદી રહ્યો છે અને તેનો ભય સર્વવ્યાપી છે. પુણેમાં એરપોર્ટ પર વિમાન ઉડાણ ભરવાની તૈયારીમાં હતું ત્યારે જ એક પ્રવાસીએ છીંક ખાતાં ગભરાયેલા પાયલટે કોકપિટમાંથી જોરદાર હુડી મારી દીધી હતી અને જીવ બચવાવવા પાયલટ દૂર સુધી નાસી ગયાની ઘટના બની હતી.
પુણે એરપોર્ટ પર એર એશિયાની ફ્લાઈટ આઈફાઈવ-૭૩૨માં આ ઘટના બની હતી. વિમાન દિલ્હી માટે રવના થઈ રહ્યું હતું ત્યારે તમામ પ્રવાસી પોતાની જગ્યા પર બેસી ગયા હતા. એ જ વખતે આગળની સિટ પર બેઠેલા એક પ્રવાસીએ છીંકવાનું શરૂ કર્યું હતું. આ પ્રવાસીનેે શરદી થઈ હતી. પ્રવાસીએ છીંકતાં જ અન્ય પ્રવાસીમાં ગભરાટ ફેલાયો હતો. પાયલટને જ્યારે આ વાતની જાણ કરી ત્યાર તેણે કોઈ વિચાર કર્યા વિના કોકપિટમાંથી તરત કુદકો મારી દીધો હતો. વિમાનના એક ક્રૂ સભ્યે વિમાનનો પાછલો દરવાજો ખોલીને સર્વ પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. માત્ર છીંકનારી વ્યક્તિ માટે આગળનો દરવાજો ખોલાયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y48PDM
via Latest Gujarati News
0 Comments