
મુંબઈ, તા. 23 માર્ચ 2020, સોમવાર
દેશમાં કોરોના વાઈરસ પ્રસરી રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે તેવામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૪૦૦ પાર થઈ છે. એવે વખતે જીવલેણ બિમારી સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરાકરે અનેક પ્રયત્ન કર્યા છે અને યંત્રણા પણસજ્જ થઈ છે. એવામાં કોરોના સામે લડત આપવા ઉદ્યોગપતિ આગળ આવ્યા છે.
ભારતના અગ્રગણ્ય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરપર્સન આનંદ મહિન્દ્રાએ કોરોના સામે લડતમાં મદદ કરી છે. તેમણે પોતાનો સંપૂર્ણ પગાર કોરોની ઉપાયયોજના માટે જરૂરી ભંડોળ માટે આપવાનું જાહેર કર્યું છે. તેમણે પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલર પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એટલું જ નહીં પોતાના સહકારીઓને પણ પગાર ભંડોળ તરીકે આપવાની અપીલ કરી છે. આગામી મહિનામાં વધુ કેટલીક જાહેરાત કરશે એમ પણ તેમણે જણાવ્યું છેે.
આનંદ મહિન્દ્રાએ કોરોના માટે ભંડોળ આપ્યા બાદ હવે વેદાંત ગ્રુપના અધ્યક્ષ અનિલ અગ્રવાલે પણ રૂ. સો કરોડની મદદ જાહેર કરી છે. પેટીએમના સંસ્થાપક વિજય શર્માએ રૂ. પાંચ કરોડની મદદની જાહેરાત કરી છે.
વેદાંત ગ્રુપના અધ્યક્ષ અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને કોરોના માટે મદદ કરવાના હોવાની જાહેરાત કરીી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે મહામારી સામે લડવા રૂ. સો કરોડ આપવાનું વચન આપું છું. આ સમયે દેેશને આપણી સૌથી વધુ જરૂર છેે. અનેક લોકોને ભવિષ્યમાં શું થશે એની મુંઝવણ છે, જેમના હાથ પેટ પર છે તેમના માટે ખાસ ચિંતા છે. અમે અમારા તરફથી મદદ કરવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. એમ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bwWmXN
via Latest Gujarati News
0 Comments