શું દુનિયામાં હાહાકાર મચાવનારો નોવેલ કોરાના એ કાયમેરા વાયરસ છે ?



અમદાવાદ, 31 માર્ચ, 2020, મંગળવાર 

કોરોના વાયરસથી કેવી રીતે બચવું એ  અંગે દુનિયાના દેશોની સરકારો પ્રયાસ કરી રહી છે પરંતુ વૈજ્ઞાનિકો આ કોરોના કયાંથી આવ્યો તેનું મૂળ શોધવા મથી રહયા છે. એ વાત તો સાબીત થઇ ચુકી છે સાર્સ કોરોના વાયરસ-2 જાનવરોમાંથી જ માણસોમાં આવ્યો છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને આઉટ બ્રેક થયેલા વાયરસના જીનોમ ચામાચીડિયામાં જોવા મળતા કોરોના વાયરસને ખૂબજ મળતા આવે છે જો કે આમાં 100 ટકા જેવું ન હોવાથી જ કોરોનાના કેરિયર (વાહક)ની શોધ શરું થઇ છે. આજકાલ કાયમેરા વાયરસ શબ્દ જાણીતો બન્યો છે.

બે વાયરસને ભેગા થઇને જે ત્રીજો વાયરસ વિકસિત થાય તેને કાયમેરા કહેવામાં આવે છે. કાયમેરા બંને પ્રકારના પ્રકારના વાયરસના પ્રાથમિક લક્ષણો હોય છે પરંતુ તે કોઇની સાથે સંપૂર્ણ સરખો મળતો આવતો નથી. આથી નોવેલ કોરોના વાયરસ પણ કાયમેરા વાયરસ જણાય છે. 


એવું બની શકે છે કે બંને અલગ અલગ વાયરસ મળીને કોરોના ડેવલપ થયો છે. આથી જ તો કાયમેરામાં નવા પ્રજાતિના જીવોને પ્રભાવિત કરવાની ક્ષમતા વિકસિત થઇ છે જેમાં માણસનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બેટ્સ અને પેન્ગોલિનમાં આ વાયરસ લાંબા સમય સુધી રહેલો હોય તેવું બની શકે છે. પેન્ગોલિનમાં મળતા વાયરસના 99 ટકા લક્ષણો નોવેલ કોરોનાને મળતા આવે છે આથી નોવેલ વાયરસ બેટસ અને પેન્ગોલિનમાં મળતા વાયરસમાંથી મળીને બન્યો હોય તે શકય છે.

 કોઇ પણ વાયરસ ફેલાય ત્યારે તેના વાહક કોણ છે એ જાણ્યા વિના રોગને કાબુમાં લઇ શકાતો નથી. બેટ્સ અને ચામાચીડિયા ઉપરાંત બીજા જંતુઓની પણ તપાસ માટે એક્ષપર્ટ પ્રયાસો કરી રહયા છે. આ વાયરસ બેટસ કે ચામાચીડિયા ઉપરાંત બીજા કોઇ પ્રાણીઓમાંથી આવ્યો છે કે કેમ તે જાણવું જરુરી બને છે કારણ કે નોવેલ કોરોનાની માણસોમાં સંક્રમણ કરવાની ક્ષમતા ખૂબજ ઘાતક છે. જેમ કે કોરોના વાયરસની ઉપરની સપાટી પર સ્પાઇકી પ્રોટિન હોય છે જે શરીરની કોશિકાઓની અંદર પ્રવેશવામાં મદદ કરે છે.


આ સ્પાઇકી સેલ્સ દ્વારા શરીરમાં ઘુસ્યા પછી સરળતાથી પોતાની કોપીઓ બનાવવા લાગે છે. આ સ્પાઇકી પ્રોટીન્સની ક્ષમતા અન્ય કોરોના વાયરસ કરતા વધારે છે. સામાન્ય રીતે રેસ્પોરેટરી વાયરસ અપર અથવા તો લોઅર એયરવેઝને ઇફેકટ કરે છે પરંતુ નોવેલ કોરોના વાયરસ અપર અને લોઅર બંને એયરવેઝને અસર કરે છે. આ વાયરસની સૌથી ખતરનાક ખૂબી એ છે કે વાયરસવાળા લોકોમાં સંક્રમણના લક્ષણો દેખાડ્યા વિના ઝડપથી આગળ વધતો જાય છે આથી સંક્રમિત વ્યકિતને શરુઆતના સમયમાં ઓળખવો મુશ્કેલ બની જાય છે અને આગની જેમ ફેલાતો જાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UO9q3Z
via Latest Gujarati News

Post a Comment

0 Comments