નવી દિલ્હી, તા.12 માર્ચ 2020, ગુરૂવાર
સીએએના વિરોધમાં હિંસા પર ઉતરી આવનારા તોફાનીઓના યુપી સરકારે જાહેરમાં હોર્ડિંગો લગાડ્યા બાદ હાઈકોર્ટે આ હોર્ડિંગ ઉતારી દેવાનો આદેશ આપ્યો હતો.
જોકે યોગી સરકાર હાઈકોર્ટના ચુકાદા સામે કોર્ટમાં ગઈ છે.જ્યાં યુપી સરકારે દલીલ કરી હતી કે, આ હોર્ડિંગ માત્ર તોફાનીઓને પાઠ ભણાવવા માટે લગાવાયા છે.જેમાં કહેવાયુ છે કે, આ એ લોકો છે જેમણે હિંસા આચરવા બદલ થયેલા નુકસાનની ભરપાઈ કરવી પડશે.
સરકારે દલીલ કરી હતી કે, ખુલ્લેઆમ બંદુકો લઈને ફરનારા તોફાનીઓના રાઈટ ટુ પ્રાઈવસીનો અધિકાર હોવાનો મુદ્દો જ ઉભા થતો નથી.તેમના વિડિયો બનેલા છે ત્યારે તેઓ એવો દાવો કરી ના શકે કે તેમની પ્રાઈવસીનુ ઉલ્લંઘન કર્યુ છે.
જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ પણ ઉઠાવ્યો હતો કે, કયા કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટે આરોપીઓના હોર્ડિંગો લગાવ્યા છે.સરકાર કાયદાની બહાર કામ કરી શકે નહી. શું સરકાર પાસે આ પ્રકારના પોસ્ટરો લગાવવાની ઙમતા છે.
જોકે હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરીને આ મામલાને ત્રણ સભ્યોની બેન્ચ પાસે મોકલી આપ્યો છે.જેની સુનાવણી આગામી સપ્તાહે થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IHM9Lr
via Latest Gujarati News
0 Comments