PUBGની એવી લત લાગી કે સારવાર માટે હાથ-પગ બાંધીને હોસ્પિટલ લઈ જવો પડ્યો

નવી દિલ્હી, તા.12 માર્ચ 2020, ગુરૂવાર

મોબાઈલ ગેમ PUBGનો ક્રેઝ માથે ચઢીને બોલી રહ્યો છે.ખાસ કરીને ટીનએજર્સ અને યુવાઓ કલાકો આ ગેમ રમવામાં જ પસાર કરી દેતા હોય છે.

ઘણા માતા પિતા માટે સંતાનને લાગેલી PUBG રમવાની લત માથાનો દુખાવો બની ચુકી છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે બિહારમાં બહાર આવેલા એક કેસ અંગે સાંભળીને તમે ચોંકી જશો.

બિહારના બકસરમાં એક યુવકને PUBG રમવાની એવી લત લાગી હતી કે, તેના પરિવારજનોને તેના હાથ પગ બાંધીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

યુવાનના પિતાએ કહ્યુ હતુ કે, PUBG રમવાના કારણે મારો પુત્ર માનસિક રીતે બીમાર થઈ ગયો હતો.તેને હવે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવકની સારવાર કરી રહેલા ડોકટરના કહેવા પ્રમાણે જ્યારે પણ તેને PUBG રમવાની ઘરના લોકો ના પાડતા હતા ત્યારે તે પરિવારના લોકોને મારવા માટે દોડતો હતો. સારવાર કરાવવા પણ પહેલા તેને બાંધવો પડ્યો પછી હોસ્પિટલ લવાયો હતો.





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xxFiSD
via Latest Gujarati News

Post a Comment

0 Comments