નવી દિલ્હી, તા.12 માર્ચ 2020, ગુરૂવાર
કોરોના વાયરસના વધતા જતા વ્યાપના કારણે IPL પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.
IPL ના આયોજન આડે તો પ્રશ્નાર્થ છે જ પણ જો આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે તો પણ વિદેશી ખેલાડીઓ તેમાં સામેલ થઈ શકશે કે કેમ તે એક સવાલ છે. કારણકે હાલમાં સરકારે તમામ વિદેશીઓના વિઝા પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ મુકી દીધો છે. ડિપ્લોમેટ અને બીજા કેટલાક ચોક્કસ કારણોને બાદ કરતા કોઈ પણ વિદેશી નાગરિક આ સમય મર્યાદા સુધી ભારતમાં નહી આવી શકે.
બીજી તરફ હાલના ટાઈમ ટેબલ પ્રમાણે IPLનો પ્રારંભ 29 માર્ચથી થવાનો છે. આ સંજોગોમાં વિદેશી ખેલાડીઓ કેવી રીતે ભાગ લેશે તેના પર અનિશ્ચિતતા છે.
ભારતના ક્રિકેટ બોર્ડે પણ કોરોના વાયરસના વધતા ફેલાવાને જોતા ટુર્નામેન્ટના આયોજન પર ચર્ચા કરવા માટે 14 માર્ચે એક બેઠક બોલાવી છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQ5Iz6
via Latest Gujarati News
0 Comments