જર્મનીની 70 ટકા વસતી કોરોનાની ચપેટમાં આવી શકે છેઃ એન્જેલા મર્કેલ

બર્લિન, તા.12 માર્ચ 2020, ગુરૂવાર

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ખોફનો માહોલ છે. મોતના વધી રહેલા આંકડાથી દુનિયાભરના દેશો ગભરાઈ ઉઠ્યા છે.

હાલમાં દુનિયામાં આ વાયરસના કારણે 4634 લોકોના મોત થયા છે.1.26 લાખ લોકો હજી તેના બીમાર છે. આ સ્થિતિની વચ્ચે સૌથી વધારે ચોંકાવનારુ નિવેદન જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે આપ્યુ છે.

તેમનુ કહેવુ છે કે, જર્મનીના 70 ટકા લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી શકે છે. જર્મનીમાં તબીબી તૈયારીઓ પણ ઓછી પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જર્મનીમાં 1300 લોકો કોરોનાના કારણે બીમાર છે. જર્મનીમાં 1000થી વધારે લોકો ભેગા થવાના હોય તેવા તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે.

મર્કેલે કહ્યુ હતુ કે, હાલમાં તો બચાવ માટે કોઈ રસી નથી ત્યારે જર્મનીમાં 70 ટકા વસ્તી તેની ચપેટમાં આવી શકે છે. સરકારની પ્રાથમિક એ છે કે, આ વાયરસનો ફેલાવો અટકાવવામાં આવે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IC0nxA
via Latest Gujarati News

Post a Comment

0 Comments