75 વર્ષથી આ પડછાયો બન્યો છે રહસ્ય, જાણો શું છે કારણ


નવી દિલ્હી, 12 માર્ચ 2020, ગુરુવાર

જાપાનનું હિરોશિમા દુનિયાનું પહેલું એવું શહેર હતું જેના પર પરમાણું બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટના 1945ના રોજ બની હતી. આ બોમ્બ અમેરિકાએ ફેંક્યો હતો. પરંતુ આ શહેરમાં એક જગ્યા પર માણસ જેવી દેખાતો પડછાયો આજે પણ રહસ્ય સમાન છે. આ પડછાયો કોનો છે તે વાત કોઈ જાણી શક્યું નથી. 

આ પડછાયાને ધ હિરોશિમા સ્ટેપ્સ શેડો નામથી પણ ઓળખાય છે. જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિરોશિમા પર પરમાણુ હુમલો થયો હતો ત્યારે લાખો લોકોના મોત એકસાથે નિપજ્યા હતા. તેવામાં આ પડછાયાવાળી તસવીર ક્લિક કરવામાં આવી હતી. આ તસવીર 850 ફૂટની દૂરીથી ક્લિક કરવામાં આવી હતી જ્યાં કોઈ વ્યક્તિ બેઠેલી હતી. 

કહેવાય છે કે પરમાણુ બોમ્બની શક્તિએ તે વ્યક્તિને નેસ્તોનાબુત કરી દીધો પરંતુ તેના પડછાયાને દૂર કરી શક્યો નહીં. આ પડછાયો કેવી રીતે તસવીરમાં કેદ થયો અને તે વ્યક્તિ કોણ હતો તે આજ સુધી રહસ્ય છે. 

એક અનુમાન અનુસાર હિરોશિમા પરમાણુ વિસ્ફોટમાં 1 લાખ 40 હજાર લોકોના મોત થયા હતા. તેમાંથી ભયંકર ઊર્જા નીકળી હતી અને તે ગરમીના કારણે 60થી 80 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકોની બીમારી ફાટી નીકળવાના કારણે મૃત્યુ થઈ હતી. 

આ બોમ્બનું નામ લિટલ બોય હતું. જેનું વજન 4400 કિલો હતું. આ બોમ્બ જમીન પર પડ્યા બાદ 4000 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી વધી હતી. કલ્પના કરતાં પણ ડર લાગે કે 50 ડિગ્રી તાપમાન પણ માણસથી સહન થઈ શકે નહીં તેવામાં 4000 ડિગ્રી તાપમાન માણસને સળગાવી નહીં ભસ્મ કરી શકે છે. 





from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33bGMgX
via Latest Gujarati News

Post a Comment

0 Comments