સિંધિયાના સ્વાગત માટે ભાજપે લગાવેલા પોસ્ટરો કમલનાથ સરકારે હટાવ્યા

ભોપાલ, તા.12 માર્ચ 2020, ગુરૂવાર

ભાજપમાં જોડાવા બદલ જ્યોતિરાદિત્ય સિંધિયાનુ સ્વાગત કરવા માટે ભાજપના કાર્યકરોએ મધ્યપ્રદેશમાં લગાવેલા પોસ્ટરો કોંગ્રેસની કમલનાથ સરકારે ઉતારવા માંડ્યા છે.

આ પહેલા સિંધિયાએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ સિંધિયા ભોપાલ જઈ રહ્યા છે. જ્યાં તેઓ શુક્રવારે રાજ્ય સભા માટે ભાજપમાંથી ઉમેદવારી નોધાવશે.

દરમિયાન સિંધિયાના સમર્થનમાં મધ્યપ્રદેશ કોંગ્રેસમાં 10000 નેતાઓ અને કાર્યકરોએ રાજીનામુ આપ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

જોકે સિંધિયાના સ્વાગત માટે ભાજપે ભોપાલમાં ઠેર ઠેર લગાવેલા પોસ્ટરો હવે કોંગ્રેસની સરકારે હટાવવા માંડ્યા છે. એક સ્થળે સિંધિયાના ફોટા પર શાહી ફેંકવામાં આવી હતી.એક જગ્યાએ પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33cjQOC
via Latest Gujarati News

Post a Comment

0 Comments