વીસમી સદીમાં અર્થતંત્રમાં ફેરફાર થયા પણ સ્થિતિમાં સુધારો નજીવો

ક્લાસીકલ ઈકોનોમીસ્ટ્સ રૂ લગભગ ૨૫૦ વર્ષ પહેલા અર્થશાસ્ત્રની શરઆત આદમ સ્મીથ, ડેવીડ રીર્કાડો, રોબર્ટ માલ્થસ, જ્હોન સ્ટુઅર્ટમીલ, વગેરે ઈંગ્લેંડ અને સ્કોટલેંડના વિદ્વાનોએ કરી. તે પહેલાં એરીસ્ટોટલ અને કૌટીલ્યે અર્થકારણ પર નિરીક્ષણો કર્યા હતા પરંતુ તેમણે કોઇ સિધ્ધાંતોની (જેમકે માર્કસનો લેબર સરપ્લસવેલ્યુ અને અને તેની  લૂંટ તથા સપ્લાય અને ડીમાન્ડનો સિધ્ધાંત) સ્થાપના કરી ન હતી. અર્થશાસ્ત્રની શરૂઆત અમેરીકાની આઝાદીના વર્ષ ઈ.સ. ૧૭૭૬માં સ્કોટલેંડના ફીલોસોફર (તે જમાનામાં અર્થશાસ્ત્રીઓને નેચરલ ફીલોસોફર્સ કહેવાતા) તેમના પ્રસિધ્ધ 'વેલ્થ ઓફ નેશન્સ'ના ટૂંકા નામથી ઓળખાતા પુસ્તકથી કરી.

તેમાં તેમણે બજારના પરિબળો અર્થકારણનું સ્વયંસિધ્ધ સંચાલન કરે છે અને તેના સંચાલનમાં રાજ્યના કોઇ જ હસ્તક્ષેપની જરૂર નથી તેમજ બજારનું સંચાલન 'અદ્રશ્ય હાથ' (રાજ્ય કે ઈશ્વરના હાથ દ્વારા નહીં) દ્વારા થાય છે તેમ પ્રતિપાદિત કર્યું. તેમના પુસ્તકે બજાર પર હજારો જાતના જુદા જુદા કરવેરા નાખતા નાના નાના ફ્યુડલ રાજ્યોનું ખંડન કર્યું. અને બજારોને આ કરવેરામાંથી અને રાજ્યના કોઇપણ પ્રકારના હસ્તક્ષેપથી દૂર કરવાના સૂચનો કર્યા. જગતમાં બજારવાદના પ્રવેશની આ શરૂઆત હતી. વિચાર કરો કે ભારતમાં રાજાશાહીના જમાનામાં મુંબઇ કે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં જતા માલને વીરમગામ આગળ રોકીને તેના પર જકાત લેવાતી. ઈતિહાસમાં આ યુગને આપણે વ્યાપારી યુગ (મર્કન્ટાઇલ પીરીઅડ) ગણીએ છીએ. આદમ સ્મીથના લખાણે વ્યાપારી યુગને તોડી નાખ્યો.

મર્કન્ટાલાઇઝમને તોડયો

આદમ સ્મીથે અર્થશાસ્ત્રના વ્યાપારવાદી પેરેડાઇમને જ બદલી નાખ્યો. તે જમાનામાં મૂડીવાદ શરૂ થયો હતો પરંતુ વ્યાપારવાદ (મર્કન્ટલાઇઝમ)નું જોર હતું. વ્યાપારવાદ પ્રવાહો દરેક દેશે સૌથી મોટા પ્રમાણમાં નિકાસ કરવાની, આયાત બહુ જ ઓછી કરવાની અને પરીણામે જે સરપ્લસ થાય તેને સોનારૂપે રાજ્યની તિજોરીમાં ઠાલવવાનું. રાજ્યની સમૃધ્ધિ સોનાના સંગ્રહ પર આધાર રાખે છે તેમ મર્કન્ટાઇલીસ્ટો માનતા. ઈસ્ટ ઈન્ડીઆ કંપની જેની સ્થાપના ઈંગ્લેંડમાં ઈ.સ. ૧૬૦૦માં થઇ હતી તે પણ આ પ્રકારના વેપારવાદમાં માનતી હતી અને તેથી ભારતમાં તે વ્યાપાર માટે દાખલ થઇ. સ્મીથે તેમના પુસ્તકમાં જણાવ્યું કે દેશની સમૃધ્ધિ સોનાના સંગ્રહમાં નથી. દેશની સમૃધ્ધિ તેના ઉદ્યોગોમાં અને તેમાં અસંખ્ય કામ કરનારાઓની અને મૂડીની ઉત્પાદકતામાં છે. તે માટે ડીવીઝન ઓફ લેબર કરો તે જ સમયે (ઈ.સ. ૧૭૬૦ની આસપાસ) ઔદ્યોગીક ક્રાંતિની શરૂઆત  થઇ હતી. ઠેર ઠેર લોખંડ અને વસ્ત્રોના કારખાના નંખાઇ રહ્યા હતા. રેલ્વેઝની પણ સ્થાપના થઇ હતી. બજારોની મુક્તતાએ ઔદ્યોગીકતાને મોટો વેગ આપ્યો. 

સમાજમાં ઉત્ક્રાંતિ.

 અત્યારે જગતમાં માત્ર પાંચ જ રાજ્યો સામ્ય વાદી છે. ભટકતા જીવનમાંથી ટ્રાયબલ સમાજ, ટ્રાયબલ સમાજમાંથી ફ્યુડાલીઝમ ફ્યુડાલીઝમમાંથી મૂડીવાદી, મૂડીવાદમાંથી સમાજવાદી સમાજ રચના અને તેમાંથી સામ્યવાદી રચનાનું માનવજાતનું સ્વપ્નુ સફળ થયું નથી. બલ્કે એ  સ્વપ્નુ જ ખોટું હતું તેમ સામ્યવાદની નિષ્ફળતામાંથી અને ક્રૂરતામાંથી ફલીત થાય છે. સામાજીક અને આર્થિક ઉત્ક્રાંતિના નિયમોની હજી આપણી જાણકારી અધૂરી છે. અત્યારે તો સર્વત્ર ધાર્મિક વિચારસરણીઓનો ફેલાવો થઇ રહ્યો છે. નાઝીવાદ પછી અતિ રાષ્ટ્રવાદ નામનો નવો ધર્મ ઊભો થયો છે. અર્થકારણમાં અત્યારે મૂડીવાદી દેશો પોતાને કલ્યાણલક્ષી રાજ્યોમાં ફેરવી રહ્યા છે. એનો અર્થ એ થયો કે મૂડીવાદી દેશો જગતમાં જે સંપત્તિનું સર્જન કરે છે તેનો મોટો ભાગ ભલે તેઓ પોતાની પાસે રાખે અને જગતમાં આર્થિક અસમાનતા વધે પરંતુ જીડીપીની વૃધ્ધિનો એક નાનકડો ભાગ લોકોના સ્વાસ્થ્ય, શિક્ષા અને નિરાધારોને તથા બેરોજગારોને સહાય માટે વાપરવો જોઇએ. આજના કલ્યાણરાજ્યો લોકોને જીવતા રાખે છે પરંતુ  તવંગરોની આવક વધારે જાય છે.

ઈંગ્લેંડના માલ્થ્યસે ૨૫૦ વર્ષ પહેલા વસતી વધારાને પરીણામે ભૂખમરો અને રોગચાળાની સ્થિતિ પેદા થશે તેવી આગાહી કરી હતી. તે માટે તેમણે ગણીતની ફોર્મ્યુલા પણ રજૂ કરી હતી. અનાજનું ઉત્પાદન એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું એમ ગણીતની રીતે વધે છે જ્યારે વસતી વધારો બે, ચાર, આઠ, સોળ એ હિસાબે (જોમેટ્રીક) વધે છે. કેમ ? કારણકે નવા બાળકો મોટા થતા બાળકોને જન્મ આપે છે અને આ વધારાની વસતી પાછા નવા બાળકોને જન્માવે છે તેથી વસતી વધારો ચક્રવૃધ્ધિ વ્યાજના દરે વધે છે. જગતે અને ભારતે વસતી વધારાની બાબતમાં હદ કરી નાંખી છે.અર્થશાસ્ત્રના બાદશાહ કેઈન્સ રૂ

૧૯૨૯ની મહામંદીમાંથી જગતને ઉગારનાર ઈંગ્લેંડના પ્રચંડ મેધાવી જે એમ કેઈન્સે તેમના નામથી પ્રસિધ્ધ થયેલી કેઈન્સીઅન થીયરી દ્વારા મહામંદીને દૂર કરવાના ઉપાયો સૂચવ્યા અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર (મેક્રોઈકોનોમીક્સ)ની સ્થાપના કરી. તેમણે મલ્ટીપ્લાયર, લીક્વીડીટી પ્રેફરન્સ જેવા તદ્દન નવા કોન્સેપ્ટસની શોધ કરી. તેમનું ૧૯૩૬નું પુસ્તક 'જનરલ થીયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઈન્ટરેસ્ટ એન્ડ મની' અર્થશાસ્ત્રના પેરેડાઇમને બદલનારૂં પુસ્તક ગણાય છે. જે કામ ન્યુટને વિજ્ઞાાનમાં કર્યું તેમ કામ કેઇન્સે અર્થશાસ્ત્રમાં કર્યું છે. અલબત્ત અર્થશાસ્ત્રમાં મૂડીવાદના સખત ટીકાકાર અને તેની ઉખેડીને શોષણવિહીન સમાજની રચના સ્થાપવાની અહાલેક જગાડનાર કાર્લ માર્કસનું પણ મોટું સ્થાન છે પરંતુ જમણેરીલક્ષી મુખ્યધારાના અર્થશાસ્ત્રે તથા અર્થશાસ્ત્રીઓએ તેમને હાંસિયામાં ધકેલી દીધા છે. પોલ બરાન, પોલ સ્વીઝી તથા રોઝા લકઝમબર્ગને હવે સમ્યવાદના  મુખપત્ર 'એનાલીટીકલ મન્થલી રીવ્યુ' સિવાય કોઇ સંભાળતું નથી.  ‘Every dogma has its day.'

ઉપસંહાર રૂ ૨૫૦ વર્ષના જૂના અર્થસાસ્ત્રે અને તેનાથી ઉપજતા અર્થકારણે કોઇ સ્થિર (સ્ટેબલ) અર્થકારણની, સંપત્તિ અને આવકની અસમાનતાને અને પૃથ્વી પરના પ્રદૂષણને દૂર કરતી  કોઇ વિચારસરણી કે સંપૂર્ણ રોજગારીની ખાતરી આપનારી કોઇ આર્થિક સીસ્ટમની રચના નથી કરી તેની નોંધ લેવી જોઇએ. આ બાબતમાં બીહેવીઅરલ ઈકોનોમીક્સ, એક્સપરીમેન્ટલ ઈકોનોમીક્સ, 'મીન્સ્કી મુવમેન્ટ', ઈન્સ્ટીટયુશનલ ઈકોનોમીક્સ, 'રેશનલ એક્સપેરેશન્સ' કે યુજીસન ફાળાનો 'એફીશીઅન્ટ માર્કેટ હાયપોથીસીસ, ગેમ થીયરી કોઇ કામ લાગ્યા નથી તેની સખેદ નોંધ લઇ શકાય.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IPlNY1
via Latest Gujarati News

Post a Comment

0 Comments