
મુંબઈ,તા.16 માર્ચ 2020 સોમવાર
ઉધ્ધવ ઠાકરેનો જન્મ મુખ્યપ્રધાન બનવા માટે થયો નથી કાં તો નેતા બનવા માટે તેઓ જન્મ્યા. ઉધ્ધવ માત્ર વારસો ચલાવી રહ્યા છે. ઉધ્ધવ ઠાકરે 'એક્સિડેન્ટલ ચીફ મિનીસ્ટર' છે. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, આવા સણસણતા શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશધ્યક્ષ અને કોથરુડ (પુણે)ના વિધાનસભ્ય ચંદ્રકાન્તદાદા પાટીલે મહાવિકાસ આઘાડીના સરકારના મુખ્યપ્રધાન તેમજ શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે ઉપર પ્રહાર કર્યો.
મહારાષ્ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેમજ મિત્રપક્ષોની મહાવિકાસ આઘાડી સરકારને સો દિવસ પૂરા થયા. આ સંદર્ભે સરકારના સો દિવસની સમીક્ષા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશધ્યક્ષ તરીકે ચંદ્રકાન્તદાદા પાટીલએ એક ઈન્ટરવ્યૂ આપ્યો.
આ ઈન્ટરવ્યૂમાં તેમણે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટી ઉપર જોરદાર ટીકા કરી. ખાસ કરીને શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ લીધેલી અચાનક રાજકીય ભૂમિકાના કારણે બીજેપીને સામે ચાલતી આવેલી સત્તાથી હાથ ધોવા પડયા. એટલે ચંદ્રકાન્તદાદાનો ગુસ્સો રાજકીય નિષ્ણાતો સમજી શકે છે. ચંદ્રકાન્ત દાદાએ મહાવિકાસ આઘાડી સરકારે બીજેપી સરકારની જ ખેડૂતોને દેવામાફી આપવાની યોજના આગળ ધપાવી હોવાનો દાવો પણ કર્યો. ઉધ્ધવ ઠાકરે 'એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર' હોવાથી તેમણે રાજીનામું આપવું જોઈએ, એવી માંગણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષે કરી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TTa1Cq
via Latest Gujarati News
0 Comments