ફેસ માસ્કનો ઓનલાઈન ઓફર આપનાર મહિલા વેપારી સાથે ચાર લાખ રૂપિયાની ઠગાઈ


મુંબઈ,તા.16 માર્ચ 2020 સોમવાર

કોરોના વાયરસનો પ્રકાપ વધતો તેનો ફાયદો ઉઠાવતા  ગઠિયાઓ પણ ફૂટી નિકળ્યા છે. આવા જ એક ગઠિયાએ એક્સપોર્ટ માટે માસ્કનો ઓનલાઈન  ઓર્ડર આપનાર એક મહિલા વેપારી સાથે ચાર લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. મહિલાએ  વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં આ ગઠિયા વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.  

આ સંદર્ભે સૂત્રો પાસેથી પ્રાપ્ત અનુસાર ફરિયાદી મહિલા વડાલામાં  રહે છે અને એક એક્સપોર્ટ -ઈમ્પોર્ટ કંપનીની ડાયરકેટર છે. કોરોનાનો ભય વૈશ્વિક સ્તરે વધતાં તેને ઓમાન અને ફ્રાન્સથી માસ્ક સપ્લાય  કરવા માટેનો  ઓર્ડર મળ્યો હતો. મહિલાએ ઓનલાઈન બિઝનેસ એપથી તપાસ કરી બોડલે (૨૩) નામના  શખ્સને  ૧.૬૦ લાખ માસ્ક માટેનો ઓર્ડર આવ્યો હતો અને તેના એડવાન્સ  પેટે ૪ લાખ રૂપિયા પણ મોકલી આપ્યા હતા. ડીલ નક્કી થયા બાદ મહિલાએ બોડલેને માસ્કના ફોટા જીએસટી નંબર અને આઈએસઓ સર્ટિફિકેટ મોકલી આપવા જણાવ્યું હતું. જોકે મહિલાના સીએએ તેને જણાવ્યું હતું કે આરોપીએ મોકલી આપેલ જીએસટી નંબર અને આઈએસઓ સર્ટિફિકેટ બનાવટી છે. આ વાત બહાર આવતા  ફરિયાદી મહિલાએ તરત જ વડાલા ટીટી પોલીસ સ્ટેશનમાં બોડલે વિરુદ્ધ છેતરપિડીની ફરિયાદ કરી હતી.  મહિલાની ફરિયાદને આધારે પોલીસે  બોડલે સામે આઈપીસીની અને આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી  તપાસ આદરી છે.

દરમિયાન મહિલાએ લોકોને અપીલ કરી છે કે  કોરોના વાયરસનો  પ્રકોપ  વધતા ફેસ માસ્ક  અને સેનેટાઈઝર વેચતા ઘણા લોકોની જાહેરાત અને  વીડિયો ઓનલાઈન વહેતા થયા છે. લોકોએ ખરાઈ કર્યા પછી જ તેમની સાથે વેપાર કરવો અને પૈસા મોકલવા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WjIpIj
via Latest Gujarati News

Post a Comment

0 Comments