- ટ્વીટ કરી સાયરા બાનોની પ્રશંસા કરી, કહ્યું કોઇ ચાન્સ લેવા નથી માગતી.
મુંબઇ, તા. 17 માર્ચ 2020, મંગળવાર
કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં કહેર વરસાવી રહ્યો છે ત્યારે બોલીવુડના દિગ્ગજ અભિનેત દિલીપ કુમારને કોરોના વાઇરસને લઇને અલગ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.
દિલીપ કુમારે કોરોના વાઇરસને લઇને એક ટ્વીટ કરી છે જે આજકાલ ખુબ વાઇરલ થઇ રહીં છે.
દિલીપ કુમારે ટ્વીટમાં જણાવ્યું કે કોરોના વાઇરસના કારણે મને અલગ રાખવામાં આવ્યો છે. સાયરા મને ઇન્ફેક્શન ન લાગે તે માટે કોઇ ચાન્સ લેવા માગતી નથી. જણાવી દઇએ કે 97 વર્ષીય દિલીપ કુમારની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત છે.
I am under complete isolation and quarantine due to the #CoronavirusOutbreak. Saira has left nothing to chance, ensuring I do not catch any infection.
— Dilip Kumar (@TheDilipKumar) March 16, 2020
બીજી એક ટ્વીટમાં દિલીપ કુમારે પોતાના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું સાથે જ લોકોને કોરોનાથી સુરક્ષીત રહેવાની સલાહ પણ આપી. તેમણે અપીલ કરી કે શક્ય હોય ત્યાં સુધી પોતાને અંદર રાખી બીજાને સુરક્ષીત રાખો. કોરોના વાઇરસ તમામ સરહદો પાર કરી ચુક્યું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહેલી માહિતીનું પાલન કરો.
I appeal to all of you to protect yourself and others by staying indoors as much as possible.
— Dilip Kumar (@TheDilipKumar) March 16, 2020
The #CoronavirusOutbreak transcends all boundaries and borders.
Follow guidelines issued by health departments, protect yourself and others by limiting your exposure to others.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U5KEvO
via Latest Gujarati News
0 Comments