- મહિલા સૈનિકોને લઇ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બરાબરનું ખખડાવ્યું, માનસિકતા બદલો…
નવી દિલ્હી, તા. 17 માર્ચ 2020, મંગળવાર
સુપ્રીમ કોર્ટે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યા બાદ આજે ફરી એક ઐતિહાસિક ચુકાદો આપતા નૌસેનામાં મહિલાઓ અધિકારીઓને કાયમી કમીશન આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ત્રણ મહિનામાં મહિલા અધિકારીઓને સ્થાઇ કમીશન આપવા કહ્યું છે.
જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે ચુકાદામાં કહ્યું કે મહિલાઓમાં પણ પુરુષ અધિકારીઓની જેમ સમુદ્રમાં રહેવાની ક્ષમતા છે. 2007ની એસએસસી જેએજી બેન્ચની એક મહિલા અધિકારી પરમનન્ટ કમીશનને લઈને અરજી દાખલ કરી મહિલાઓની સાથે લૈંગિક આધાર પર ભેદભાવનો દાવો કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પરમનન્ટ કમીશન આપવામાં મહિલા અધિકારીઓની શારીરિક મર્યદાનો હવાલો આપતી કેન્દ્રની અરજીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સામાજિક અને માનસિક કારણ બતાવીને મહિલા અધિકારીઓને તકથી વંચિત કરવા માત્ર ભેદભાવપૂર્ણ નથી પરંતુ આ અસ્વીકાર્ય છે.
સેનામાં મહિલા અધિકારીઓની નિયક્તિ એક વિકાસવાદી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા પર મહોર લગાવતા કેન્દ્ર સરકાર પર ફીટકાર વરસાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટના ચુકાદા પર કોઇ રોક નથી લગાવી તેમ છતા કેન્દ્ર સરકાર હાઇકોર્ટને લાગુ નથી કર્યો. હાઇકોર્ટના ચુકાદા પર કાર્યવાહી ન કરવાનું કોઇ કારણ યોગ્ય નથી.
18 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને પરમનન્ટ કમીશન આપવાનો આદેશ આપ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xKk1oV
via Latest Gujarati News
0 Comments