વોશિંગ્ટન, તા.16 માર્ચ 2020, સોમવાર
કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. દેશ અને દુનિયામાં લોકો કોરોના વાઇરસથી બચવા માટે અનેક ઉપાયો કરી રહ્યા છે. એવામા સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો. આ વિડિયામાં અમેરિકાના એક કેબ ડ્રાઇવરે પેસેન્જર અને પોતાને ઇન્ફેક્શનથી બચાવવા એક એર ટાઇટ કમાપ્ટમેન્ટ તૈયાર કર્યો છે.
આ કેબ ડ્રાઇવરે કોરોના વાઇરસના સંક્રમણ (ચેપ)ને રોકવા માટે પોતાની કારની અંદર પ્લાસ્ટિક સીટની મદદથી એક અલગ કમ્પાર્ટમેન્ટ બનાવ્યુ છે, અને પોતાની સીટને કમ્પાર્ટમેન્ટથી અલગ સીટ રાખી છે.
ડ્રાઇવરએ પોતાની ચારે તરફ પ્લાસ્ટિક ટેપની મદદથી એક કમ્પાર્ટમેન્ટ બનાવી લીધો છે, તેમજ તેની અંદર ટીશ્યુ પેપર પણ રાખ્યા છે.
આ વિડિયો ઘણા લોકોએ જોયો તેમજ યૂઝર્સ આ પ્રયોગના કારણે કેબ ડ્રાઇવરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે અન્ય કેબ ડ્રાઇવરને પણ આ પ્રયોગ કરવા માટે સલાહ આપી છે. જેના કારણે ખુદ ડ્રાઇવર પોતે તેમજ પેસેન્જરને પણ સુરક્ષિત રાખી શકે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાહન નિર્માતા સંઘએ કોરોના વાઇરસના કારણે વાહન ઉદ્યોગ પ્રભાવિત થઇ શકે છે. જેના કારણે તેના ઉત્પાદન અને વેચાણમા પણ ઘટાડો જોવા મળશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U8ocm3
via Latest Gujarati News
0 Comments