નવી દિલ્હી, તા. 16 માર્ચ 2020 સોમવાર
ભારતમાં કોરોના વાયરસના 112 કેસ નોંધાયા છે જ્યારે 2ના મોત નીપજ્યા છે. કેન્દ્ર સરકારની સાથે-સાથે રાજ્ય સરકાર પણ વાયરસના ખાત્મા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સતર્કતા વધારવામાં આવી રહી છે. આ સિવાય એક ડઝનથી વધારે રાજ્યોએ થિયેટર, સ્કુલ, કોલેજને બંધ કરી દીધા છે.
રવિવારે PM મોદીએ કોરોના વાયરસ સામે લડવા સાર્ક દેશોને એક સાથે કર્યા અને સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 6000થી વધારે લોકોના મોત નીપજ્યા છે.
ઓડિશામાં એક કેસ કોરોના પોઝીટિવ
ઓડિશામાં પણ કોરોના વાયરસનો એક કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઈટાલીથી પાછો ફરી હતી. જે બાદ તેણે દિલ્હી ભુવનેશ્વર સુધી ટ્રેનમાં મુસાફરી કરી. દર્દી ભુવનેશ્વરના હોસ્પિટલમાં દાખલ છે.
કોરોના વાયરસની વર્લ્ડ લાઈફ પર પણ અસર
કોરોના વાયરસની અસરના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં બંધ જેવો માહોલ છે. અસમના કાઝીરંગા, માનસ, ઓરંગ નેશનલ પાર્ક સહિત અન્ય વર્લ્ડ લાઈફ સેંક્ચુરીને બંધ કરી દેવાયા છે. વહીવટીતંત્ર અનુસાર 29 માર્ચ સુધી આ તમામ બંધ રહેશે. અસમમાં પહેલેથી જ તમામ સ્કુલ-કોલેજો બંધ કરી દેવાયા છે.

મંદિરોમાં પણ કોરોના ઈફેક્ટ
કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
હવે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2INIUSP
via Latest Gujarati News
0 Comments