અમદાવાદ, તા. 16 માર્ચ 2020, સોમવાર
રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. ગઇ કાલે ચાર ધારાસભ્યો ભાજપની શામ, દામ, દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને હાથનો સાથ છોડયો ત્યારે આજે ફરી એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધું છે.
ડાંગના કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતે વિધાનસભાના સ્પીકરના ઘરે જઈને પોતાનું રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સંખ્યા 68 થઈ ગઈ છે.
ગઇ કાલે જે.વી.કાકડિયા (ધારી), સોમા ગાંડા પટેલ (લિંબડી), પ્રદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા), પ્રવિણ મારૂ (ગઢડા) આ રાજીનામુ આપ્યું હતું. આ જોતાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટતાં ભાજપની ત્રણેય બેઠકો અકબંધ રહે તેવી શક્યતા પ્રબળ જણાઇ રહી છે.
કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ વિવિધ શરતો મૂકી હતી તે તમામ શરતો આધારે રાજકીય સોદાબાજી કર્યા બાદ રાજીનામા આપ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. અત્યારે પરિસિૃથતી જોતાં કોંગ્રેસની બે બેઠકો પૈકી એક બેઠક પર હાર નિશ્ચિત મનાઇ રહી છે.આ વખતે ભાજપ ત્રણેય બેઠકો જાળવી રાખશે તે નક્કી છે.
ચાર ધારાસભ્યોના સ્વેચ્છિક રાજીનામા મળ્યાં છે : અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
એક તરફ,કોંગ્રેસના નેતાઓએ એવો દાવો કર્યો છેકે, એકેય ધારાસભ્યએ કોંગ્રેસ છોડી નથી. બીજી તરફ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ગઇકાલ સાંજના પાંચ વાગ્યથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં ચાર કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા આપ્યા છે. આ ચારેય ધારાસભ્યોના રાજીનામા પત્રનો સ્વિકાર કર્યો છે. આ ચારેય ધારાસભ્યોએ મને રૂબરૂમાં આવીને રાજીનામા આપ્યા છે જેમનુ યોગ્ય વેરિફિકેશન કરી સ્વિકાર કરવામાં આવ્યો છે જેથી હવે તેઓ ધારાસભ્યો રહેતા નથી. જોકે, રાજેન્દ્ર ત્રિવેદીએ નામ આપવા અંગે મૈાન ધારણ કર્યુ છે. તેઓ આવતીકાલે વિધાનસભામાં નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d3Hr8Y
via Latest Gujarati News
0 Comments