નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર
કોરોનાના કારણે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે વાત કરી હતી.
મોદીની મોટાભાગની વાત કોરોના પર જ કેન્દ્રીત રહી હતી. આમ છતા દેશવાસીઓએ પીએમ મોદીને કેટલાક વ્યક્તિગત સવાલ પૂછવાનો મોકો ઝડપી લીધો હતો.
મહારાષ્ટ્રના રુડકીમાં રહેતા શશિ નામના વ્યક્તિએ ફિટનેસ અને નવરાત્રના ઉપવાસ સાથે જોડાયેલા સવાલ પૂછ્યા હતા. બધા જાણે છે કે, પીએમ મોદી નવરાત્રી દરમિયાન નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે.
જોકે પીએમ મોદીએ સીધો જવાબ તો નહોતો આપ્યો પણ જવાબમાં એટલુ કહ્યુ હતુ કે, આ મારી અને ભક્તિની તાકાત વચ્ચેનો વિષય છે.
લોકડાઉનમાં સમય પસાર કરવા અંગે મોદીએ કહ્યુ હતુ કે, આ પોતાની જાત સાથે સંવાદ કરવાનો સમય છે. તમે તમારી અંદર પ્રવેશ કરો.આ બહુ યોગ્ય સમય છે.
ફિટનેસ અંગે તેમણે કહ્યુ હતુ કે, જો ફિટનેસની વાત અહીંયા કરીશું તો વાત લંબાઈ જશે.જોકે હું સોશ્યલ મીડિયા પર ફિટનેસને લગતા વિડિયોઝ પોસ્ટ કરીશ. હું કોઈ યોગ ટ્રેનર નથી પણ યોગ નિયમિત રીતે કરુ છું અને તેનો ફાયદો મને થઈ રહ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jkpm8U
via Latest Gujarati News
0 Comments