નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર
લોકડાઉનના પગલે ભારતમાં જીવન જરુરિયાતની વસ્તુઓની સંઘરાખોરી નહી કરવા માટે સરકાર લગાતાર અપીલ કરી રહી છે.
સરકારની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને લોકોને ખાતરી આપતા કહ્યુ છે કે, ગભરાવાની કોઈ વાત નથી.દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો સ્ટોક છે.ભારતમાં કોઈ ફ્યુલ ક્રાઈસિસ નથી.લોકડાઉનનો જે સમયગાળો છે તેના કરતા વધારે સ્ટોક ભારત પાસે છે.
આઈઓસીના ચેરમેન સંજીવ સિંહે કહ્યુ હતુ કે, પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યુ છે.પંપો ચાલુ છે.રસોઈ ગેસની સપ્લાય પણ કરવામાં આવી રહી છે.માટે લોકો જરુર કરતા વધારે ગેસના બોટલ બૂક ના કરાવે.
હાલમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ભારતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે.આવામાં લોકોના મનમાં એવી પણ શંકા છે કે, લોકડાઉનનો સમયગાળો લંબાઈ શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QTFC57
via Latest Gujarati News
0 Comments