
મુંબઇ,તા.21 માર્ચ 2020 શનિવાર
આલિયા ભટ્ટના જન્મદિવસની ઊજવણીમા રણબીર કપૂર ન જોવા મળતા તેમના બ્રેકઅપની અટકળો થઇ હતી. જોક ેઆ પહેલા પણ બન્નેના બ્રેકઅપની અફવા ચગી હતી. આલિયાએ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દે તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે.તે જોઇને તેમના ચાહકો શાંત થઇ ગયા છે. આલિયાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ ર એક તસવીર મુકી છે, જેમાં તેણે બોયફ્રેન્ડ રણબીરનો ઉલ્લેખ કર્યો છે. આલિયાએ એક તસવીરની સાથે મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે કે, સુરક્ષિત રહો અને સનસેટ જુવો.આ તસવીર મારા હંમેશાના ફેવરિટ રહેલા ફોટોગ્રાફર રણબીર કપૂર દ્વારા લેવામાં આવી છે. આ તસવીરમાં રણબીરનો ઉલ્લેખ કરીને આલિયાએ બ્રેકઅપની વાત પર પૂર્ણવિરામ મુકી દીધું છે. આલિયા અને રણબીરનો પ્રેમ ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર પાંગર્યો છે.
આ ફિલ્મની રિલીઝ બાદ આ પ્રેમીપંખીડા લગ્ન કરવા માંગે છે.આ ફિલ્મ ૪ ડિસેમ્બરના રિલીઝ થાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WK6qbN
via Latest Gujarati News
0 Comments