સલમાને આગામી ફિલ્મના પાત્રની પ્રેરણા અમિતાભની ઝંઝીર પરથી લીધી


મુંબઇ,તા.21 માર્ચ 2020 શનિવાર

સલમાન ખાનની આગામી ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ હાલ ચર્ચાનો વિષય બની છે. સાલ ૨૦૨૦ની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાં સલમાનની આ ફિલ્મનું પણ નામ છે. તે આ ફિલ્મમાં એક નવા અવતારમાં જોવા મળવાનો છે. 

મળેલા રિપોર્ટ અનુસાર, સલમાન તેની આગામી ફિલ્મમાં એક નવા અંદાજમાં જોવા મળવાનો છે. તે પોતાની રિલીઝ થયેલી એકશન ફિલ્મો કરતા સાવ જુદા જ અંદાજમાં જોવા મળશે. સોશિયલ મિડીયાના એક પોર્ટલના અનુસાર સલમાને આ ફિલ્મના પોતાના પાત્રનો આઇડિયા અમિતાભ બચ્ચનની ઝંઝીર ફિલ્મમાં લીધો છે. સલમાન મુંબઇના પોલીસ ઇન્સપેક્ટરનો રોલ કરી રહ્યો છે. જે અપરાધ અને અપરાધીઓને નાથવામાં કડકાઇ વર્તે છે. તે ક્રોધી અને ગુસ્સાવાળા પોલીસ ઓફિસરના રોલમાં છે.

એટલું જનહીં રિપોર્ટના અનુસાર આ ફિલ્મમાં સલમાન માટે કોઇ ખાસ ગીત પણ રાખવામાં આવ્યું નથી. બહુ ઓછા ગીતો સાથે આ ફિલ્મ રિલીઝ થવાની છે. 

સલમાનની આ ફિલ્મ આ વરસની ઇદના રિલીઝ થાય તેવી શક્યતા છે. ઇદ સલમાન માટે લકી હોવાથી તે પોતાની ફિલ્મને રિલીઝ આજ દિવસે કરે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33AX6rW
via Latest Gujarati News

Post a Comment

0 Comments