જમ્મુ કાશ્મીરના પુંચમાં એલઓસી નજીક પાક. સેનાનો ગોળીબાર


જમ્મુ,તા.18 માર્ચ 2020 બુધવાર 

પાછલા ચાર દિવસની અંદર ચાર વખત પાકિસ્તાની સેનાએ એલઓસી પર ગોળીબારી અને મોર્ટારમારો કર્યો છે. બુધવારે પણ પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં એલઓસી નજીક પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના પણ પાક.ની આ હરકતોનો પુરજોશમાં વળતો જવાબ આપી રહી છે. પાકિસ્તાને કરેલા ગોળીબારમાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી.

સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે બુધવારે સવારે ૧૧.૪૫ કલાકે પાકિસ્તાને પૂંઠના શઆહપુર અને કિરની વિસ્તારમાં ગોળીબાર કરવાનો શરૂ કર્યો હતો. પાકિસ્તાને ભારે મોર્ટાર મારે પણ ચલાવ્યો હતો. 

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત ગોળીબારને કારણે સરહદ નજીક રહેતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ ગોળીબારથી બચવા લોકો બંકરોમાં રહેવા મજબૂર થયા છે.રવિવાર બાદથી પાકિસ્તાનના ગોળીબારની આ ચોથી ઘટના છે.

તો આ બાજુ જમ્મુ કાશ્મીરના કુલગામ અને પુલવામા વિસ્તારમાં સેનાએ બે આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે.  મળેલી માહિતીના આધારે પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ બંને છેકાણાનો આતંકવાદીઓ છુપાવા માટે ઉપયોગ કરતા હતા. માત્ર એટલું જ નહીં બંને જગ્યાએથી મોટા પ્રમાણમાં આઇઇડી વિસ્ફોટક ઉપરાંત હથિયાર પણ મળી આવ્યા છે. આ બંને ઠેકાણા લશ્કર-એ-તોએબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે આ ઠેકાણા સંકળાયેલા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a3J4kZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments