જમીનની નીચે ગુફાઓમાં ભારત જમા કરી રહ્યુ છે ક્રુડ ઓઈલ

નવી દિલ્હી, તા.11 માર્ચ 2020, બુધવાર

કોરોના વાયરસ અને સાઉદી અરેબિયાએ શરુ કરેલા પ્રાઈઝ વોરના કારણે ક્રુડ ઓઈલનો ભાવ 30 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે.

આ બધાની વચ્ચે ભારત સરકાર જમીનને નીચે ગુફાઓમાં લાખો ટન ક્રુડ ઓઈલનો જથ્થો સંઘરી રહી છે.

ભારત સરકારનો પ્રયત્ન એવો છે કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી ઉભી થાય તો ભારત પાસે ક્રુડ ઓઈલનો જથ્થો ખતમ ના થાય.

ભારતમાં આવી ત્રણ અન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ફેસિલિટી પહેલેથી છે.જે 1998માં વાજપાઈ સરકારે ઉભી કરી હતી.અહીંયા 53 લાખ ટન ઓઈલ જમા હોય છે.જે ભારતને 12 દિવસ ચાલી શકે છે.આ સ્ટોરેજ ફેસિલીટી વિશાખપટ્ટનમ, મેંગ્લોર અને પડુરમાં છે.

જોકે કર્ણાટક અને ઓરિસ્સામાં નવી ફેસિલિટી ઉભી થયા બાદ ત્યાં 65 લાખ ટન ઓઈલ સંઘરી શકાશે.આમ ભારત પાસે 22 દિવસ ચાલે એટલો ઓઈલનો સ્ટોર રિઝર્વ રહેશે

આ સ્ટોરેજ ફેસિલિટી જ્યાં છે ત્યાંનુ ઓઈલ ઉપયોગમાં લેવામાં આવતુ નથી.તેનો ઉુપયોગ એવી જ સ્થિતિમાં થશે કે જ્યારે કોઈ કારણસર ભારતનો ઓઈલ સપ્લાય અટકી જાય.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W2xZwh
via Latest Gujarati News

Post a Comment

0 Comments