ચેન્નાઈ, તા.11 માર્ચ 2020, બુધવાર
ભારતમાં પણ કોરોના વાયરસના વધી રહેલા ફેલાવા વચ્ચે IPL રદ કરવાની માંગણી જોર પકડી રહી છે.
કરોડો રુપિયાની કમાણી કરાવતી ટુર્નામેન્ટ રદ કરવા કરવામાં ક્રિકેટ બોર્ડને રસ નથી પણ ચેન્નાઈમાં IPL રદ કરવા માટે હાઈ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોનાના વધતા જતા ખતરાને જોતા IPL રદ કરવામાં આવે.
આ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી પણ આઈપીએલ પર રોક લગાવવા માટે માંગણી કરી ચુક્યા છે. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં IPLની મેચોના આયોજન કરવા અંગે આજે નિર્ણય લેવાની છે.
IPLની કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા માટેનુ સૂચન પણ કર્યુ છે.
29 માર્ચથી 24 મે સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ અંગે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પહેલા જ કહ્યુ છે કે, નક્કી કરેલા ટાઈમ ટેબલ પ્રમાણે જ IPL રમાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39GrPWX
via Latest Gujarati News
0 Comments