મુંબઇ,13 માર્ચ 2020 ગુરૂવાર
મુંબઇ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં રસ્તા પર ખાદ્યપદાર્થો વેચનારા સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (એફ.ડી.એ.) કરડી નજર કરી છે. રાજ્યભરમાં લાખો લોકો રસ્તા પર વેચાતા ખાદ્યપદાર્થ આરોગે છે. લોકોને સ્વચ્છ અને ગુણવતા ધરાવતું મળે તે માટે એફ.ડી.એ. સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે. મુંબઇ સહિત મોટા શહેરોમાં આવેલી ખાઉગલ્લીની તપાસ એફ.ડી.એ.ના અધિકારી કરી રહ્યા છે.
ખાદ્યપદાર્થના સ્ટોલ ધારકો ડ્રેસકોડ, હેન્ડગ્લોઝ, કેપ અને એપરન ફરજિયાત કરાયૂં છે. સ્ટોલની સ્વચ્છતા, આજુબાજુના પરિસરની સ્વચ્છતા, સ્ટોલ ઉપર કામ કરવાની સ્વચ્છતા રાખવાની સૂચના અપાઇ છે.
વર્ષમાં ૧૨ લાખ કરતા ઓછી આવક ધરાવતા સ્ટોલ ધારકોને નોંધણી ફરજિયાત કરાશે. ૧૨ લાખ કરતાં વધારે આવક ધરાવતા સ્ટોલ ધારકોને લાયસન્સ લેવું ફરજિયાત કરાશે.
સ્ટ્રોલ રજીસ્ટ્રેશન અથવા પરવાના છે ? સ્ટોલ પર કામ કરનારા વ્યક્તિએ સ્વચ્છ કપડા, તબીબી તપાસ કરાવી છે કે ? કાચા અન્નપદાર્થનો દરજ્જો કેવો છે. અન્નપદાર્થ તૈયાર કરતી વેળા, ગ્રાહકોને પાણી માટે વાસણ અને સ્ટોલ સ્વચ્છ કરવા કયુ પાણી વપરાય છે ? સ્ટોલ પાસે કચરાની પેટી રખાય છે કે શું ? કાચો અને રાંધેલા ખાદ્યપદાર્થને ઢાંકીને રાખવામાં આવે છે કે નહીં ? આ સર્વ બાબતે ખાદ્યપદાર્થના સ્ટોલની ચકાસણી કરાશે.
ખાદ્યપદાર્થના સ્ટોલ પર અસ્વચ્છતા મળી આવે તો નાગરિકોએ આ મામલે એફ.ડી.એને ફરિયાદ કરવાની એવી અપીલ આ વિભાગે કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રધાન ડૉ. રાજેન્દ્ર શિંગણએ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33kq4w3
via Latest Gujarati News
0 Comments