ભાજપના સાંસદ ડો. જયસિદ્ધેશ્વરના જાતી પ્રમાણપત્રને રદ કરતા નિર્ણય પર કોર્ટનો સ્ટે


મુંબઈ,13 માર્ચ 2020 ગુરૂવાર

સોલાપુરના ભાજપના સાંસદ ડો. જયસિદ્ધેશ્વર શિવાચાર્યને બોમ્બે હાઈ  કોર્ટે તાત્પુરતી રાહત આપી છે. જાતી ચકાસણી સમિતિએ શિવાચાર્યનું પ્રમાણપત્ર રદ કરવાના નિર્ણયને ન્યાયમૂર્તિ તાતેડ અને ન્યા. કોતવાલની બેન્ચે સ્થગિત કર્યો છે. આ પ્રકરણની આગામી સુનાવણી આઠ એપ્રિલ સુધી મોકૂફ રાખીને સર્વ પ્રતિવાદીઓને જવાબ નોંધાવવાનો નિર્દેશ હાઈ  કોર્ટે આપ્યો છે. જાતી ચકાસણી સમિતિ પાસે પોતાની બાજુ રજૂ કરવાની તક મળી ન હોવાનું ડો. શિવાચાર્યે કોર્ટમાં જણાવ્યું હતું.

ફરિયાદીએ હાઈ કોર્ટમાં પોતાની બાજુ રજૂ કરતાં કોર્ટનેે જણાવ્યું હતું કે ૧૫ દિવસનો સમય આપવા છતાં પુરાવા રજૂ નહીં કરતાં ડો.શિવાચાર્યએ સમયાંતરે વિવિધ કારણો જણાવીને સમય માગ્યા કર્યો હતો. હજી પણ તેમણે પુરાવા રજૂ કર્યા નથી.એટલું જ નહીં આ પૂર્વે પણ પોતાનું જાતી પ્રમાણપત્રક કોર્ટમાં જમા છેે, એવો દાવો તેમણે કર્યો હતો અને કેટલાંક દિવસ પછી કેરળના પ્રવાસ દરમ્યાન ગુમાયું હોવાની માહિતી આપી હતી.આથી બચાવની પૂર્ણ તક હોવા છતાં તેમણે માત્ર સમય વેડફ્યા કર્યો હતો. શિવાચાર્ય પાસે વર્ષ ૧૯૮૨માં જાતીના દાખલાની માત્ર ઝેરોક્સ કોપી હોવાથી મૂળ નકલ હજી તેમણે રજૂ કરી નથી. આથી સરાકરી અધિકારીએ સંપૂર્ણ તપાસ બાદ આ દાખલો બોગસ હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો, એમ સરકારી વકિલે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણીમા ંપ્રતિસ્પર્ધીનો પરાભવ કરીને ભાજપના ડો. જયસિદ્ધેશ્વર શિવાચાર્ય મહાસ્વામી તથા નૂરદય્યાસ્વામી હિરેમઠ વિજય થયા  છે. સાંસદ જયસિદ્ધેશ્વર શિવાચાર્યના સ્કૂલ સર્ટિફિકેટમાં હિંદુલિંગાયત નામનો ઉલ્લેખ કરીને તેમણે બેડા જંગમ જાતીનો બનાવટી દાખલો તૈયાર કર્યો છેે, એવો આરોપ કરીને અપક્ષ ઉમેદવાર અને માજી મેયર પ્રમોદ ગાયકવાડે સોલાપુર જિલ્લા જાતી ચકાસણી સમિતિ પાસે ફરિયાદ કરી હતી. શિવાચાર્યએ જોડેલા દસ્તાવેજની તપાસ કરવા વિજિલન્સ કમિટી નિયુક્ત કરી હતી. ત્યાર બાદ આ સમિતિએ દસ્તાવેજની માહિતી લઈને ડો. શિવાચાર્યનું જાતી પ્રમાણપત્ર હોગસ હોવાનું ઠેરવ્યું હતું. તહેસિલદારને ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. આદેશ સામે હાઈ કોર્ટમાં અરજી કરાઈ હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJ7Y3I
via Latest Gujarati News

Post a Comment

0 Comments