કોરોના વાયરસની બનાવટી રસી આપનારી ત્રણ મહિલાની ધરપકડ: મહિલાએ પોતાની ઓળખ ડૉકટર તરીકે આપી


મુંબઇ,13 માર્ચ 2020 ગુરૂવાર

ભારત સહિત સંપૂર્ણ વિશ્વમાં કોરોના વાયરસના લીધે ગભરાટ ફેલાયેલો  છે. ત્યારે મહારાષ્ટ્રના જાલનામાં  ડૉકટરના સ્વાગમાં લોકોને કોરોના વાયરસની બનાવટી રસી આપનારી ત્રણ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

બીડની રાધા સામસે, સીમા આંધળે, સંગીતા આવ્હાડને પકડીને  પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આરોપી મહિલાએ અન્ય સ્થળે આ પ્રકારે ગુનો કર્યો છે કેમ એની પણ તપાસ થઇ રહી છે.

જાલનાના અંબડમાં પિપળગાવ ખાતે આરોપી મહિલાઓ લોકોને  મળી હતી. તેમણે પોતાની ઓળખ ડૉકટર અને હેલ્થકેર વર્કર તરીકે આપી હતી. પછી તેમણે કોરોના વાયરસની સારવારની બનાવટી રસી લોકોને આપી હતી. પણ ગામની અમૂક વ્યક્તિને તેમના પર શંકા ગઇ હતી. તેમણે મેડિકલ ઓફિસર ડૉ. મહાદેવ મુંડેને બનાવની જાણ કરી હતી. બાદમાં તપાસ કરતા આરોપી મહિલાઓ પાસેથી કોરોના વાયરસની બનાવટી રસીની બોટલ મળી હતી. તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W7YDnD
via Latest Gujarati News

Post a Comment

0 Comments