
મુંબઇ,13 માર્ચ 2020 ગુરૂવાર
એનસીપીના વડા શરદ પવારે રાજ્યસભાના સભ્યપદ માટે ગુરુવારે પોતાની ઉમેદવારીપત્રક મુંબઈમાં મહારાષ્ટ્રના વિધાનભવનમાં ભર્યું હતું. રાજ્યસભાની ઉમેદવારીપત્રક ભરવાની સાથે શરદ પવારે પોતાના સોગંદનામાં પોતાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ગત છ વર્ષમાં શરદ પવારની સંપત્તિમાં માત્ર ૬૦ લાખ રૂપિયા વધી હોવાનું બતાવ્યું છે.
શરદ પવારે પોતાના સોગંદનામાં પોતાની ૩૨.૭૩ કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે. આમાં ૨૫,૨૧,૩૩, ૩૨૯ રૂપિયાની જંગમ અને ૨,૫૨,૩૩,૯૪૧ રૂપિયાની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે.
પવારે પોતાના ઉપર એક કરોડ રૂપિયાનું દેવું હોવાનું સોંગદપત્રમાં નમૂદ કર્યું છે. પ્રતિભા પવારે 'એડવાન્સ ડિપોઝિટ' તરીકે ૫૦ લાખ રૂપિયા મળ્યા છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર દ્વારા શેઅર ટ્રાન્સફર માટે પૈસા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ સિવાય હિન્દુ અવિભાજિત કુટુંબ નિયમ પ્રમાણે શરદ પવારે 'એડવાન્સ ડિપોઝિટ' તરીકે ભત્રીજા અજિત પવારના પુત્ર પાર્થ પવાર તરફથી ૫૦ લાખ રૂપિયા મળ્યા હોવાનું સોંગદનામા તેમણે ઉલ્લેખ કર્યો છે.
વર્ષ ૨૦૧૪માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામામાં પવારે ૨૦,૪૭,૧૯,૯૭૦.૪૧ રૂપિયાની જંગમ મિલકત અને ૧૧,૬૫,૧૬,૨૯૦ રૂપિયાની સ્થાવર મિલકત એમ મળીને કુલ ૩૨.૧૩ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IHWoj1
via Latest Gujarati News
0 Comments