
ભોપાલ, તા. 12 માર્ચ, 2020, ગુરૂવાર
જ્યોતિરાદિત્ય સિંિધયાએ કોંગ્રેસ અને મધ્ય પ્રદેશ સરકારનું મંત્રીપદ છોડયા પછી ભારતના કેન્દ્રમાં રહેલું રાજ્ય મધ્યપ્રદેશ રાજકારણના કેન્દ્રમાં પણ આવી ગયું છે.
મધ્ય પ્રદેશમાં સરકાર ટકાવી રાખવા માટે કોંગ્રેસ અને સરકારને ધ્વસ્ત કરવા માટે ભાજપ ઉતાવળા થયા છે. દરમિયાન આજે મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર એક્શનમાં આવ્યા હતા. સ્પીકર એન.પી.પ્રજાપતિએ રાજીનામુ આપનારા કોંગ્રેસના 22 ધારાસભ્યોને નોટીસ પાઠવી હતી.
નોટીસમાં આ ધારાસભ્યોને સ્પીકર સમક્ષ હાજર થવાની સૂચના અપાઈ છે. સ્પીકરે પૂછ્યું છે કે તમે બધાએ રાજીનામુ સ્વેચ્છાએ આપ્યુ છે કે કોઈના દબાણમાં આવી ને કે પછી કોઈ બીજા કારણથી એ રૂબરૂ આવીને જણાવો.
દરમિયાન ભાજપે એવી ડિમાન્ડ કરી હતી કે 16મી માર્ચે ફ્લોર ટેસ્ટ કરાવો. જેથી કમલનાથની સરકાર ટકી શકે એમ છે કે નહીં એ સ્પષ્ટ થઈ શકે. બીજી તરફ કોંગ્રેસની એવી ડિમાન્ડ છે કે 22 સભ્યો અંગે સ્પષ્ટતા થાય પછી જ ફ્લોર ટેસ્ટ થવો જોઈએ.
22 સભ્યોએ રાજીનામા સ્વેચ્છાએ આપ્યા કે કેમ એ અંગેનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવાનો કોંગ્રેસનો આગ્રહ છે. કોંગ્રેસે આજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારા ધારા સભ્યોને બંધક બનાવાયા છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. 22માંથી 19 સભ્યોને કર્ણાટકના રિસોર્ટમાં રખાયા હોવાના અહેવાલ છે.
કોંગ્રેસમાં સર્વત્ર સિંિધયાની ટીકા થઈ રહી છે. પરંતુ રાહુલે આ અંગે મૌન ધારણ કર્યું છે. રાહુલે ટ્વિટ દ્વારા ભાજપની ટીકા કરી હતી, પરંતુ સિંિધયા વિશે કશું કહ્યું ન હતુ. આજે જોકે રાહુલે એટલુ કહ્યું હતુ કે ભાજપે સિંિધયાને ડરાવી દીધા માટે તેમણે પક્ષ બદલો કર્યો છે. બીજી તરફ ભાજપમાં જોડાયા પછી આજે સિંિધયા ભોપાલ પહોંચ્યા હતા.
ભોપાલમાં તેમના સમર્થકોએ વિશાળ રેલી દ્વારા સ્વાગત કર્યું હતું. અહીં સભા સંબોધતા સિંિધયાએ કહ્યું હતુ કે કોંગ્રેસે જ્યારે જ્યારે સિંિધયા પરિવારના આગેવાનોને પડકાર્યા છે, ત્યારે આકરા પરિણામો ભોગવ્યા છે. આ વખતે પણ કોંગ્રેસ આકરા પરિણામ ભોગવશે. સિંિધયાએ ભાષણમાં શિવરાજસિંહ, નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓના વખાણ કર્યા હતા.
રાજીનામા નામંજૂર કરવાની રણનીતિ
કોંગ્રેસે રાજીનામા આપનારા સભ્યો પોતાની સાથે છે કે નહીં એ સ્પષ્ટ ન થાય એ પ્રકારની રણનીતિ અપનાવી છે. કોંગ્રેસ વતી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતુ કે ધારાસભ્યોએ સ્પીકર સમક્ષ આવીને રાજીનામા આપવા જોઈએ. કેમ કે કાયદાકીય રીતે ધારાસભ્યો સ્પીકરને જવાબદાર છે, માટે રાજીનામા તેમની સમક્ષ રૂબરૂ આપવા જોઈએ.
સુધી આ રાજીનામા સ્વીકારાશે નહીં. એટલે એ સભ્યો કોંગ્રેસથી અલગ થયેલા ગણાશે પણ નહીં. દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજસિંહે કહ્યું હતુ કે અત્યારે કમલનાથ સરકાર લધુમતીમાં આવી ગઈ છે. માટે એ વિધાનસભા બોલાવી જ ન શકે.
સિંધિયા સામે એફઆરઆઈ!
2014માં જ્યોતિરાદિત્ય સામે એક એફઆરઆઈ નોંધાઈ હતી. છ વર્ષ ફાઈલોમાં દબાયા પછી હવે એ ફરિયાદ સપાટી પર આવી છે. કમલનાથ સરકારે તુરંત રાજકીય દાવ ખેલીને આ જૂની એફઆરઆઈમાં તપાસ શરૂ કરાવી છે. સિંિધયા વિરૂદ્ધ જમીન હડપ કરી જવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે જોકે એ ફરિયાદ ખોખલી સાબિત થઈ હતી. પરંતુ હવે સરકાર એ મુદ્દે ફરી તપાસ કરવા માંગે છે.
વિધાનસભામા સંખ્યાબળ
જો 22 સભ્યોના રાજીનામા મંજૂર થાય તો મધ્યપ્રદેશ વિધાનસભામાં સંખ્યા 206 રહે. એ પછી કોઈ પણ પક્ષે બહુમતી સાબિત કરવા માટે 104 સભ્યો દર્શાવવા પડે. અત્યારની સિૃથતિ પ્રમાણે ભાજપ પાસે 107 અને કોંગ્રેસ પાસે 92 સભ્યો છે. એ ઉપરાંત કોંગ્રેસને ચાર સ્વતંત્ર, સમાજવવાદી પક્ષના એક અને બહુજન સમાજ પક્ષના બે સભ્યોનો સાથ હોવાનું મનાય છે. તો પણ આંકડા પુરતા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ROFcZ
via Latest Gujarati News
0 Comments