ભારતમાં કોરોનાના દર્દીઓ વધીને 74 : દિલ્હીમાં શાળા-કોલેજો, થિયેટરો 31 માર્ચ સુધી બંધ


નવી દિલ્હી, તા. 12 માર્ચ, 2020, ગુરૂવાર

મહારાષ્ટ્રમાં 9 સહિત કુલ 14 નવા કેસ સાથે ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધને 74 થઇ ગઇ છે ત્યારે દિલ્હી સરકારે આ બિમારીને મહામારી જાહેર કરી છે અને 31 માર્ચ સુધી તમામ શાળાઓ, કોલેજો અને િથયેટરો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.  બીજી બાજુ મંગળવારે કર્ણાટકમાં થયેલું 76 વર્ષીય  વૃદ્ધનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોવાની સરકારે જાહેરાત કરી છે. ભારતમાં કોરોનાથી મૃત્યુનો આ પ્રથમ કેસ છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ  કેન્દ્રીય પ્રધાનોને આગામી દિવસોમાં વિદેશ પ્રવાસે નહીં જવાના નિર્દેશ આપ્યા છે. આ દરમિયાન ભારત સરકારે જાહેરાત કરી છે કે તે ઇરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે આગામી ત્રણ દિવસમાં ત્રણ વિમાન મોકલશે. 

આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકોએ જરા પણ ગભરાવવાની જરૂર નથી. આ રોગ વધુ ન વકરે તે માટે સરકારના આ પગલા લેવામાં આવ્યા છે. 

આ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના એપિડેમિયોલોજી એન્ડ કોમ્યુનિકેબલ ડિસિઝ-1ના વડા રમન આર ગંગાખેડકરે જણાવ્યું છે કે દોઢથી બે વર્ષમાં કોરોના વાઇરસની રસી શોધી લેવામાં આવશે. 

ભારતમાં કોરોનાના 74 દર્દીઓ પૈકી 16 ઇટાલીના નાગરિક છે અને એક કેનેડાનો નાગરિક છે. આ દરમિયાન દિલ્હી સરકારે જણાવ્યું છે કે જે શાળાઓ અને કોલેજોમાં પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે તેમને 31 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને સરકારના ઉચ્ચ અિધકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. 

કોરોનાનો ટેસ્ટ ક્યારે કરાવવો ? : મેડિકલ  કાઉન્સિલે ગાઈડલાઈન જાહેર કરી

મુંબઈ, તા.12

ભારતની ટોચની આરોગ્ય સંશોધન બોડી- ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા કેટલીક ગાઇડલાન્સિ બહાર પાડવામાં આવી છે, જેને આધારે ટેસ્ટ કરવી કે નહી એની જાણકારી મળે છે.

અસરગ્રસ્ત દેશોનો પ્રવાસ કરીને આવેલી વ્યક્તિઓ અથવા તો પોઝિટીવ કેસો સાથે નિકટનો સંપર્ક ધરાવનારા પ્રાથમિક રીતે આ રોગનો શિકાર બની શકે છે. આથી આવી દરેક વ્યક્તિએ આ રોગનું પરીક્ષણ કરાવવાની જરૂર રહેતી નથી.

ચીન, જાપાન, ઇટાલી અને ઇરાન જેવા કોરોનાનો સૌથી વધુ ચેપ ધરાવતા દેશોની મુલાકાતેથી આવનારા પ્રવાસીઓએ પ્રથમ 14 દિવસ પોતાને અન્યોથી અલગ રાખવા જોઇએ બે અઠવાડિયા સુધી. જો તાવ, સૂકા કફ અને સ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ આ 14 દિવસના ગાળામાં નજરે નહીં પડે તો તેમણે ટેસ્ટ કરા વવાની કોઇ જરૂર નથી.

ચેપ ધરાવતા દેશોની મુલાકાત ન લીધી હોય જો એ વ્યક્તિ રોગી સાથે સંપર્કમાં આવે તો તેણે સૌ પહેલા બે અઠવાડિયા સુધી ઘરમાં અળગા રહેવું જોઇએ. આ સમય દરમિયાન કોઇ ચિહ્નો જણાય તો તેણે ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે. જો કોઇને પરિક્ષણની જરૂર જણાય તો તેમણે તરત નિર્ધારિત હોસ્પિટલનો સીધો સંપર્ક ક રવો, પણ અન્ય ચેપી વ્યક્તિનો સંપર્ક કરવા તેમના માટે સલાહભર્યું નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33ddP4o
via Latest Gujarati News

Post a Comment

0 Comments