તમારા 'બહારવાળા' કરતાં અમારા 'ચાવાળા' વધુ સારા છે

(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૨૨ બુધવાર, નવેમ્બર 2017
ગુજરાતની ચૂંટણીની લડાઈ સોશિયલ મીડિયામાં પણ ચાલી રહી છે ત્યારે યૂથ કોંગ્રેસે મંગળવારે એક મેમે બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક કરી હતી. આ મેમેમાં વડાપ્રધાન મોદીને 'ચાય વાળા' દર્શાવીને ભદ્દી મજાક કરવામાં આવી હતી, જેને જોઈને ભાજપના નેતાઓ ભડક્યા હતા.

આ વિવાદમાં પરેશ રાવલે પણ ઝંપલાવીને ટ્વિટ કરી હતી કે, તમારા 'બાર વાળા'થી અમારા 'ચાય વાળા' વધુ સારા છે. જોકે, આ મુદ્દે કોંગ્રેસે અગાઉ જ ખુલાસો કર્યો હતો કે, અમે આ પ્રકારના પોસ્ટર, મેમે અને ટ્વિટ વગેરેનો વિરોધ કરીએ છીએ. યૂથ કોંગ્રેસે ટ્વિટ કરેલા પોસ્ટરને અમારું સમર્થન નથી
આ ખુલાસા પછી વિવાદ શમી ગયો હતો, પરંતુ પરેશ રાવલે ફરી એકવાર ટ્વિટ કરતા કોંગ્રેસે તેમને ટપાર્યા હતા. છેવટે પરેશ રાવલે ટ્વિટ ડિલિટ કરીને માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો.
 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bb1YGZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments