પાકિસ્તાન મૂળના મહાન સ્કવોશ ખેલાડીનું લંડનમાં કોરોના વાયરસ સંક્રમણથી મુત્યું


પાકિસ્તાનના મહાન સ્કવોશ ખેલાડી આજમખાનનુ લંડનમાં કોરોના વાયરસના સંકમણના કારણે મોત થયું છે. આ જાણકારી તેમના પરીવારના સૂત્રો દ્વારા આપવામાં આવી છે આઝમખાન 95 વર્ષના હતા તે ગત સપ્તાહ કોરોના વાયરસના સંક્રમણ થયું હતું. શનિવારના રોજ લંડનની ઇલિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું. આઝમખાનને વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કવોશ ખેલાડીમા ગણતરી થતી હતી. તેણે 1959 અને 1961 સુધી એમ ચાર વાર બ્રિટીશ ઓપન ખિતાબ જીત્યો હતો.

સ્કવોશ પોલા રબર બોલ અને રેકેટથી રમાતી ગેમ છે.  યૂરોપ અને અમેરિકાના દેશોમાં આ રમતનું ખૂબ ચાહકો છે. વિશ્વમાં આરોગ્ય અને ફિટનેસ માટે શ્રેષ્ઠ ગણાતી કેટલીક ગેમ્સમાં તેનો સમાવેશ થાચ છે. પહેલા આ ગેમને સ્કવોશ રેકેટસ્ પણ ઓળખવામાં આવતી હતી. વિશ્વ સ્કવોશ ફેડરેશનના જણાવ્યા અનુસાર વિશ્વમાં 50 હજારથી વધુ સ્કવૈશ કોર્ટ છે જેમાંથી સૌથી વધુ 8500 કોર્ટ ઇગ્લેન્ડમાં છે. સ્કવોશ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકસ સંઘ દ્વારા ઓલિમ્પિકસમાં સામેલ થાય તે માટેની પ્રબળ દાવેદાર ગેમ્સમાંની એક છે. આઝમખાને પોતાના 14 વર્ષના દિકરાનું આકસ્મિક મુત્યુ થતા સ્કવોશ રમવાનું છોડી દીધું હતું. બે વર્ષ સુધી ઇન્જર્ડ રહયા પછી ફરી કોર્ટમાં હાથ અજમાવ્યો પરંતુ દિકરાના શોકમાંથી બહાર આવી શકયો ન હતો. આઝમખાનનો જન્મ પેશાવરના નાનકડા નવાકિલા ગામમાં થયો હતો. સ્કવોશ રમતના આ ચેમ્પિયન ખેલાડી પાકિસ્તાન છોડીને વર્ષોથી યુકેમાં રહેતા હતા. 

કોરોના વાયરસ વિશ્વના 196 જેટલા દેશોમાં ફેલાતા વિવિધ ગેમ્સની સ્પર્ધાઓના શિડ્યૂલ્ડ ખોરવાઇ ગયા છે. મે મહિનામાં ટોકયો ખાતે યોજાનારા વિશ્વ રમતકુંભ ગણાતા ઓલિમ્પિકસને પણ રદ કરવામાં આવ્યો છે. આવા સમયે સ્પોર્ટસના મહાન ખેલાડીનું કોરોના વાયરસથી નિધન સ્કવોશના શોખીનો માટે દુખદ સમાચાર છે. ખેલ જગતમાં કોઇ દિગ્ગજ ખેલાડીનું કોરોનાથી પ્રથમ મોત હોવાથી સન્નાટો જોવા મળે છે.

ચીનની મંહિલા આઇસ ટીમની બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ

ચીનની મંહિલા આઇસ ટીમના બધા જ ખેલાડીઓ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ચીન આઇસ સંઘના જણાવ્યા અનુસાર આ મહિલા ખેલાડીઓ માર્ચમાં પોલેન્ડ ખાતે યોજાનારી વિશ્ન ચેમ્પિયનશીપની અમેરિકામાં પ્રેકટિશ કરી રહી હતી. જો તે પોલેન્ડમાં યોજાનારી આ સ્પર્ધા કોરોનાના પગલે રદ્દ થતા આઇસ હોકીની પ્રેકટિશ છોડીને મહિલા ખેલાડીઓ ચીન પરત આવી હતી. 13 માર્ચના રોજ અમેરિકાથી પરત આવ્યા પછી આ તમામ ખેલાડીઓનું તાપમાન માપવામાં આવ્યું હતું પરંતુ એ સમયે કોઇ જ સમસ્યા જોવા મળતી ન હતી. આ  ખેલાડીઓને 14 દિવસ કોરેન્ટાઇનમાં રાખ્યા પછી  2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ માલૂમ પડી હતી. સ્પોર્ટસ અંગેના વધુ એક માઠા સમાચાર તુર્કીથી મળી રહયા છે જેમાં પૂર્વ ગોલકિપર રુસ્તુ રેસ્બૂર કોરોના સંક્રમણથી ગંભીર બીમાર છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3auYjnf
via Latest Gujarati News

Post a Comment

0 Comments